________________
૨૧૩
સૂત્ર-૨૨
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૭ અધિક=મોટા) માપ-તોલા રાખે. “પ્રતિરૂપવ્યવહાર:' રૂતિ પ્રતિરૂપક એટલે તેની સમાન. વ્યવહાર એટલે પ્રક્ષેપ કરવો. સમાન વસ્તુને શુદ્ધ વસ્તુમાં) નાખવી તે પ્રતિરૂપક વ્યવહાર. ફોતરા અને ચરબી વગેરે જે વસ્તુ ડાંગર આદિમાં અને તેલાદિમાં ઘટી શકે=ભેળવી શકાય તે વસ્તુ તેમાં નાંખીને વેચે.
હવે ભાષ્ય અનુસરવામાં આવે છે– “તે રૂત્યાદ્રિ અર્થ સમજાઈ ગયો છે. “તત્ર' રૂત્યાદિ તે અતિચારોમાં સ્તનપ્રયોગ અતિચાર આ છે- હિરણ્યાદિ પ્રયોગ ચોરોમાં સંભવે છે. હિરણ્યાદિ માટે પ્રયોગ તે હિરણ્યપ્રયોગ. હિરણ્ય એટલે ઘડેલી કે નહીં ઘડેલી ચાંદી. આદિ શબ્દથી સુવર્ણનું ગ્રહણ કરવું. અણુવ્રતધારી શ્રાવકે ઘધેરિકા અને ખાત્રખનનક આદિ જેવા ઉપકરણો બનાવવા ન જોઈએ અને વેચવા પણ ન જોઈએ. ઘધેરિકા ચોરીનું સાધન છે. તેનાથી ગાંઠ કાપીને (ધન) લે છે.
“તેરૈ.' રૂત્યવિ, ચોરોથી લવાયેલ ચાંદી આદિ દ્રવ્ય મફતમાં કે અલ્પમૂલ્ય આપીને લેવું તે તદાઢતાદાન છે. આમાં અનેક દોષો=અનર્થો રહેલા છે. માટે તેનો ત્યાગ કરવો જોઈએ.
વિરુદ્ધ ફત્યાદ્રિ અતિક્રમ એટલે વ્યવસ્થાનું ઉલ્લંઘન. વ્યવસ્થા પરસ્પર વિરુદ્ધ રાજયથી કરાયેલી જ હોય છે. ૫ શબ્દ સમુચ્ચય કરનાર છે અને આ અસ્તેય વ્રતનો અતિચાર છે. “વિરુદ્ધ દિ ફત્યાદ્રિ કારણ કે વિરુદ્ધરાજ્યમાં સઘળું ગ્રહણ, યાવત્ ઘાસ, કાષ્ઠ આદિનું પણ ગ્રહણ, ચોરીના સંબંધવાળું છે. તેથી વિરુદ્ધરાજ્યાતિક્રમ ન કરવો જોઇએ. દીનાધિ' રૂત્યાદ્રિ બંનેની સાથે વ્યવહાર શબ્દનો સંબંધ કરવા માટે ભાષ્યકારે સમાસ કરીને બે અતિચારોનો નિર્દેશ કર્યો છે. હીનમાન વ્યવહાર, અધિકમાન વ્યવહાર, હીન ઉન્માન વ્યવહાર, અધિક ઉન્માન વ્યવહાર. આનું જ છુટતુના' ઇત્યાદિથી વિવરણ કરે છે. (કૂટ એટલે ખોટું અર્થાત્ ઓછું-વધારે.)