________________
૨૦૬ શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય
સૂત્ર-૨૧ ब्रवीति-न सुष्ठ स्मरामि-किं चत्वारि शतान्यर्पितानि तव अथ पञ्च शतानीति, यदर्पितं तद्देहीति, निक्षेपकस्य गोपायिता प्रत्याह-चत्वार्येवेति, एवमादिना परेण निक्षिप्तस्य परविस्मरणकृतस्य ग्रहणं क्रियते स सत्यव्रतातिचार इति ।
साकारमन्त्रभेद इति आकारः-शरीरावयवसमवायिनी क्रियाऽन्तर्गतक्रियासूचिका तेन विशिष्टेनाकारेण सहाविनाभूतो योऽभिप्रायः स साकारमन्त्रस्तस्य भेदः-प्रकाशनं, तदेव स्पष्टतरं कथयति-पैशुन्यं गुह्यमन्त्रभेदश्चेति, प्रीति शूनयतीति पिशूनः तद्भावः पैशुन्यं द्वयोः प्रीती सत्यामेकस्याकारैरुपलभ्य अभिप्रायमितरस्य तथा कथयति यथा प्रीतिः प्रणश्यति, गुह्यं-गूहनीयं न सर्वस्मै यत् कथनीयं मन्त्रणं मन्त्रो गुप्तभाषणं राजादिकार्यसम्बद्धं तस्य भेदः-प्रख्यापनम्, एवमेतत् तत् सत्यव्रतमनतिचारं सम्यगनुपालनीयमिति ॥७-२१॥ ટીકાર્થ– મિથ્થા ઉપદેશ એટલે અસત્ય ઉપદેશ. રહસ્ એટલે એકાંત તેમાં થયેલ તે રહસ્ય. અભ્યાખ્યાન એટલે ખોટો આરોપ મૂકવો. એકાંતમાં ખોટો આરોપ મૂકવો તે રહસ્ય-અભ્યાખ્યાન.
ફૂટ એટલે ખોટું. જે લખાય તે લેખ. ક્રિયા એટલે કરવું. ખોટો લેખ કરવો(=લખવો) તે કૂટલેખક્રિયા.
મૂકાય તે ન્યાસ, અર્થાત્ રૂપિયા આદિ આપવું. અપહાર એટલે અપલાપ. બીજાએ આપેલા રૂપિયા આદિનો (તે નથી આપ્યા એમ) અપલાપ કરવો તે ન્યાસઅપહાર. જ્યાં પરના ધનને પોતાનું કરવા રૂપ જે દ્રવ્યાપહાર થાય છે તે દ્રવ્યાપહારની અહીં વિવેક્ષા નથી. કારણ કે ન્યાસઅપહારમાં અપલાપ કરનારું વચન છે. કારણભૂત જે વચનથી ન્યાસનો અપલાપ કરાય છે તે વચન ન્યાસાપહાર છે.
આકાર અન્યના શરીરમાં રહેલ આંગળી, હાથ, ભવાં અને નેત્રની ક્રિયા, મસ્તકકંપ વગેરે અનેક પ્રકારનો છે. તેવા આકારની સાથે વ્યાપ્ત =આકારની સાથે જ થનારો) જે પરનો ગૂઢ અભિપ્રાય, તે