________________
સૂત્ર-૨૦
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૭
૧૯૯
અણુવ્રતના અને દિગ્વિરતિ આદિ એક એક શીલના પાંચ પાંચ અતિચારો જાણવા. યથાક્રમ એટલે આનુપૂર્વી પ્રમાણે. પૂર્વ વ્રતોનો જે ક્રમ કહ્યો છે તે જ ક્રમથી અતિચારો કહેવાશે એમ જાણવું. વ્રતેવુ ઇત્યાદિ ભાષ્ય છે.
સામાન્યથી ‘વ્રત’શબ્દ કહેવા છતાં સામર્થ્યથી અગારીના વ્રતો જાણવા. અગારીના પાંચ વ્રતોમાં અને સાત શીલોમાં. 7 શબ્દ સમુચ્ચય અર્થમાં છે. પદ્મ પદ્મ એ નિયમ વચન છે. દરેક વ્રતમાં અને દરેક શીલમાં નિયમા પાંચ અતિચારો થાય છે. પાંચથી ઓછા-વધારે નથી.
ક્રમનું ઉલ્લંઘન ન થાય એ માટે યથાક્રમ એમ જણાવ્યું છે. ક્રમનું ઉલ્લંઘન થાય તો બંધ વગેરે અતિચારો મૃષાવાદનિવૃત્તિ વ્રતના પણ થાય. એ પ્રમાણે મિથ્યોપદેશ વગેરે અતિચારો પણ ઉલટી રીતે પ્રાપ્ત થાય. “હવે પછી કહીશું” એમ નિયમવચન માટે જણાવ્યું છે. અહીં આ નિયમ છે કે અમે જે અતિચારસમૂહને કહીશું તે પૂર્વે કહેલા વ્રતોમાં અનુક્રમે કહીશું. (૭-૧૯)
भाष्यावतरणिका - तद्यथाભાષ્યાવતરણિકાર્થ તે આ પ્રમાણે—
टीकावतरणिका - तद्यथेत्यनेन सम्बन्धमाचष्टे, यथा तदेतदतीचारजातं क्रमेण व्रतादिषु सम्बध्यते सम्प्रति तथोच्यते, प्राक्तावत् स्थूलप्राणातिपातव्रतमित्युक्तं तस्यामी पञ्चातिचारा भवन्तीति निदर्शयति
ટીકાવતરણિકાર્થ તવ્યથા એવા ઉલ્લેખથી સંબંધને કહે છે. આ અતિચારસમૂહનો ક્રમથી વ્રતાદિમાં જે રીતે સંબંધ કરાય છે તે પ્રમાણે હવે કહેવામાં આવે છે. પહેલાં સ્થૂલપ્રાણાતિપાતવ્રત કહ્યું છે. તેના પાંચ અતિચારો આ છે એમ બતાવે છે– પ્રથમ વ્રતના અતિચારો— बन्धवधच्छविच्छेदातिभारारोपणान्नपाननिरोधाः ॥७-२० ॥
સૂત્રાર્થ– બંધ, વધ, છવિચ્છેદ, અતિભારારોપણ અને અન્નપાનનિરોધ એ પાંચ સ્થૂલપ્રાણાતિપાતવિરમણ વ્રતના અતિચારો છે. (૭-૨૦)