________________
સૂત્ર-૧૮ શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૭
૧૯૧ શોભા માટે છે. “મસ્તિ’ રૂલ્ય, અહીં (ખેતી આદિની) ક્રિયા ફળવાળી અને નિષ્ફળ એમ બંને પ્રકારની જોવામાં આવી છે. ખેડૂતોની ખેતી આદિ ક્રિયા ક્યારેક ફળવાળી અને ક્યારેક નિષ્ફળ થાય છે. આથી આ આ પ્રમાણે છે અને આ આ પ્રમાણે પણ છે. એ પ્રમાણે પરલોકની ક્રિયામાં પણ (ફળના) અસ્તિત્વમાં મતિ અસ્થિર થાય. પ્રશ્ન- શંકા અને વિચિકિત્સામાં શો ભેદ છે?
ઉત્તર- શંકા સર્વ પદાર્થો સંબંધી હોવાથી દ્રવ્ય-ગુણ સંબંધી જોવામાં આવે છે. વિચિકિત્સા ક્રિયાસંબંધી જ છે.
ભાવાર્થ– શંકામાં દ્રવ્ય-ગુણની શંકા હોય છે, વિચિકિત્સામાં ધર્મના ફળની શંકા હોય છે.
વિચિકિત્સાનું જ વિવરણ કરે છે- મતિવસ્તુતિઃ તિ, મિથ્યાત્વના પુદ્ગલોથી યુક્ત મતિ ભમે છે સ્થિર રહેતી નથી.
શંકા વગેરે બધાય મિથ્યાદર્શનના ભેદો છે. કોઈક વિશેષતાને આશ્રયીને સમ્યક્ત્વના અતિચારો કહેવાય છે.
આગમમાં તો અથવા વિચિકિત્સા એટલે વિદ્વાનોની જુગુપ્સા એમ કહ્યું છે. વિદ્વાન એટલે સાધુઓ. તેમની જુગુપ્સા=નિંદા કરવી. સાધુઓ સ્નાન નહિ કરતા હોવાથી પરસેવાના કારણે શરીરમાં થયેલી) દુર્ગધની નિંદા કરે, સાધુઓ પ્રાસુક પાણીથી સ્નાન કરે તો શો દોષ લાગે?
અન્યદૃષ્ટિપ્રશંસા-સંસ્તવ “કચષ્ટિ રૂત્યાતિઅન્ય શબ્દ પ્રતિયોગીની(=વિપક્ષની અપેક્ષાવાળો છે. અન્ય એવી દૃષ્ટિ અન્યદૃષ્ટિ, પદાર્થ જેવા સ્વરૂપે છે તેનાથી બીજી
૧. લાયોપથમિક સમ્યકત્વમાં મિથ્યાત્વના અભ્યરસવાળા પ્રદેશોનો (દશઘાતી સ્પર્ધકોનો)
ઉદય હોય છે માટે “મિથ્યાત્વના પુદ્ગલોથી યુક્ત” એમ કહ્યું છે.