________________
૧૯૦ શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૭
સૂત્ર-૧૮ અતિચાર પ્રસ્તુત છે. એથી તત્ શબ્દથી અતિચાર શબ્દનો પરામર્શ થાય. અતિચાર એટલે મલિનતા ધૂંધળાપણું. કોની મલિનતા થાય? સમ્યગ્દષ્ટિની મલિનતા થાય. સમ્યકત્વ નિર્મૂળ થતું નથી, અર્થાત્ સમ્યકત્વનો તદ્દન નાશ થતો નથી. કિંતુ સમ્યક્ત્વની મલિનતા થાય છે.
શાથી કાંક્ષા અતિચાર છે એવા પ્રશ્નથી આરંભ કરે છે- “ત: તિ શાથી કાંક્ષા અતિચાર છે? કોઈ એમ માને કે જિનવચનની શ્રદ્ધા કરે જ છે. શ્રદ્ધા ન કરનારને મિથ્યાદર્શન હોય. આચાર્ય કહે છે- કાંક્ષા કરનાર અન્યશાસનના તત્ત્વનો અભિલાષી છે અને ગુણ-દોષનો વિચાર કરનારો નથી. સાંસારિક સુખ કે જે અલ્પ છે અને વિપાકે કટુ છે તેને પણ ઇચ્છે છે. આનો ભગવાને નિષેધ કર્યો છે. પ્રતિષેધ કરવાથી સમ્યકત્વને ભાવથી દૂષિત કરે છે. આથી સિદ્ધાંતનું ઉલ્લંઘન કરે છે. આ સિદ્ધાંત કયો છે? (તે સિદ્ધાંત આ પ્રમાણે છે)
(દત્તો દૃયા=)આ લોકના સુખ લબ્ધિ આદિ પ્રગટાવવા) નિમિત્તે તપ ન કરવો, અર્થાત્ તપ કરીને આ લોકના ફળની આશંસા ન રાખવી. (પુરતો ક્યા=)અન્ય જન્મમાં સુખ નિમિત્તે તપ ન કરવો. (વિત્તિવUM-પિત્તો ક્યા—)સર્વ દિશાવ્યાપી કીર્તિ માટે, એક દિશાવ્યાપી ખ્યાતિરૂપ વર્ણવાદ માટે, અર્ધ દિશાવ્યાપી ખ્યાતિરૂપ શબ્દ માટે અને તે જ સ્થાને સ્તુતિ થવી વગેરે પ્રશંસા માટે તપ ન કરવો. (નસ્થ નિષ્ણરદ્ય~)નિર્જરા સિવાય અન્ય કોઈ આશાએ તપ ન કરવો. (દશ.વૈ. અ.૯ ઉ.૪ સૂ.૪) કેવળ કર્મનિર્જરા માટે જ ધર્મ કરવો.
વિચિકિત્સા વિવિજિલ્લા ના રૂત્યાદિ વિચિકિત્સા એટલે મતિવિભ્રમ. યુક્તિથી અને આગમથી ઘટેલા પણ પદાર્થમાં મતિ ભમે. જેમકે- લોચમુંડન( દીક્ષા) આદિ મહાન તપફ્લેશની ભવિષ્યમાં ફળસંપત્તિ થશે કે પછી આ નિર્જરાફળથી રહિત માત્ર ક્લેશ જ છે? નામ શબ્દ વાક્યની