________________
સૂત્ર-૧૭
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૭
निर्जराऽस्ति प्रमादवतः, समाधिरिति चेतसः स्वस्थता तद्द्बहुलः समाधिबहुलः, नार्त्तरौद्रध्यानयुक्तः, एवं कुर्वन्नुत्तमार्थस्येति प्रकृष्टपुरुषार्थस्य मोक्षस्याराधको भवतीति ॥७-१७॥
૧૭૭
ટીકાર્થ—જો કે પ્રતિક્ષણ આવીચિ મરણ થઇ રહ્યું છે, તો પણ અહીં તેનું ગ્રહણ કર્યું નથી. તો કયા મરણનું ગ્રહણ કર્યું છે ? સર્વ આયુષ્યના ક્ષયરૂપ મરણનું ગ્રહણ કર્યું છે. મરણ એ જ અંત તે મરણાંત. મરણાંત એટલે મરણનો કાળ, અર્થાત્ નજીકનું મૃત્યુ. મરણાંત એટલે જન્મનો અંત. જન્મના અંતે થયેલી મારણાંતિકી. મારણાંતિકી શબ્દની સાથે સંલેખના શબ્દનો સંબંધ છે. જેનાથી શરીર અને કષાયો કૃશ કરાય તે સંલેખના. સંલેખના તપવિશેષ(=વિશેષ પ્રકારનો તપ) છે. શાસ્ત્રમાં કહ્યું છે—
(૧) (વત્તા વિવિત્તારૂં=) ચાર વર્ષ સુધી ઉપવાસ, છઠ્ઠ, અક્રમ વગેરે વિવિધ તપ કરે. પારણે સર્વકામગુણવાળા(=પાંચે ઇન્દ્રિયોને પોષક) અને ઉદ્ગમ આદિ દોષોથી રહિત વિશુદ્ધ આહાર વાપરે.
(૨) (વિફંખિનૂહિસારૂં વત્તા=િ) બીજા ચાર વર્ષ સુધી વિવિધ પ્રકારનો તપ કરે અને પારણામાં વિગઇ રહિત=નિવિનો આહાર વાપરે.
(૩) (Fiતરયાયામં=) ત્યારબાદ બે વર્ષ સુધી એકાંતરે આયંબિલ કરે, અર્થાત્ ઉપવાસના પારણે આયંબિલ કરે.
(૪) (વિશિğ=) અગિયારમા વર્ષે પહેલા છ મહિના સુધી વિકૃષ્ટ તપ ન કરે, અર્થાત્ ઉપવાસ કે છઠ્ઠ કરે પણ અઠ્ઠમ વગેરે તપ ન કરે. પારણે ઊણોદરીપૂર્વક આયંબિલ કરે.
(૫) (વિશિ=) બીજા છ મહિનામાં અક્રમ વગેરે વિકૃષ્ટ તપ કરે પારણે ઊણોદરી વિના આયંબિલ કરે.
(૬) (જોડિń=) બારમા વર્ષે કોટિ સહિત આયંબિલ કરે. કોટિ એટલે આયંબિલની સાથે આયંબિલનું મળવું, અર્થાત્ નિરંતર આયંબિલ કરે.