________________
સૂત્ર-૧૬
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૭
૧૭૩
જ્ઞાનાવરણીયાદિ કર્મોના હેતુ હોવાથી=કર્મોને ગ્રહણ કરતા હોવાથી કર્માદાન કહેવાય છે. તે કર્માદાન આ છે- અંગાર-વન-શકટ-ભાટકસ્ફોટન-દંત-લાક્ષા-૨સ-વિષ-કેશવાણિજ્ય-યંત્રપીલણ-નિર્વાંછનદવદાન-સરોહદાદિ પરિશોષણ-અસતીપોષણ કર્મ. આ પંદર કર્માદાન બહુ સાવદ્ય કાર્યોને બતાવે છે. એથી કર્માદાનની કોઇ ગણના નથી. (જેમાં સતત જીવહિંસા થતી હોય તે બધા ધંધા કર્માદાન છે.) આ પ્રમાણે આગમમાં અર્થ છે.
પૂર્વપક્ષ—– ભાષ્યકારે કર્માદાનનું સાક્ષાત્ ગ્રહણ કર્યું નથી.
ઉત્તરપક્ષ— તમારું કથન સત્ય છે. આદિ શબ્દનો ઉલ્લેખ કર્યો હોવાથી કર્માદાનોનું વ્યાખ્યાન કરવા યોગ્ય છે. કેમકે પ્રવચનમાં તે પ્રમાણે (પંદ૨ કર્માદાનોનો) ઉપદેશ કર્યો છે.
ગન્ધ-માલ્યાવીનામ્ એ સ્થળે આદિ શબ્દથી સુગંધિચૂર્ણ-ઉત્તમધૂપતાંબૂલનું ગ્રહણ કરવું. સંક્ષેપમાં જે બહુ સાવદ્ય હોય તેમનો જીવનપર્યંત ત્યાગ કરવો જોઇએ. અલ્પસાવઘવાળા ધંધાઓનું પરિમાણ કરવું જોઇએ. બાકીના ધંધાઓનું પચ્ચક્ખાણ ક૨વું જોઇએ.
અતિથિસંવિભાગ
‘અતિથિસંવિમાનો નામ' ત્યાદ્રિ અતિથિ એટલે ભોજન માટે ભોજન કાળે ઉપસ્થિત રહેનાર. જેમણે પોતાના માટે આહાર બનાવ્યો છે તેવા ગૃહસ્થવ્રુતીના અતિથિ સાધુ જ છે. તેનો સંવિભાગ તે અતિથિસંવિભાગ. સંવિભાગ શબ્દનું ગ્રહણ કર્યું હોવાથી પશ્ચાત્કર્મ આદિ દોષોનો ત્યાગ થાય છે. અહીં પૌષધોપવાસના પારણાના કાળે આ નિયમ છે કે “સાધુઓને આપ્યા વિના પોતે પચ્ચક્ખાણ ન પારવું.” તે સિવાય તો આપીને પારે કે પારીને આપે. આપીને જ પારવું એવો નિયમ નથી. દેશ-કાળાદિની અપેક્ષાએ(=દેશકાળાદિ પ્રમાણે) આપવું જોઇએ. મોક્ષફળને ઇચ્છતા દેશવિરતિ શ્રાવકે સઘળું ય ઉદ્ગમાદિ દોષોથી વિશુદ્ધ આપવું જોઇએ. ક્યારેક દેશકાળ પ્રમાણે કંઇક આધાકર્માદિ દોષવાળું