________________
૧૭૨
શ્રી તત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૭ સૂત્ર-૧૬ અન્યતમ– ઉક્ત સંથારાઓમાં જે પ્રમાણે મળે તે પ્રમાણે, અર્થાતુ જે મળે તેને પાથરીને અલ્પનિદ્રાવાળા બનીને પૌષધોપવાસ કરવો જોઇએ અથવા સ્વશક્તિની અપેક્ષાએ “સ્થાન આદિ વિધિથી પૌષધોપવાસ કરવો જોઈએ. તેને કહે છે- સ્થાન એટલે કાયોત્સર્ગ. ઊભા રહીને કાયોત્સર્ગ કરવો તે સ્થાન.
વિરાસન- વીરોનું=સંહનનથી યુક્ત પુરુષોનું આસન તે વીરાસન. ઘુંટણની નીચેનો ભાગતુલ્ય રહે, માંચા ઉપર બેઠેલો હોય, હવેનીચેથી માંચો લઈ લેવામાં આવે ત્યારે જે સ્થિતિ હોય તે સ્થિતિમાં રહેવું તે વીરાસન.
નિષદ્યાસન–પગની ઘૂંટી સમાન રહે તેવી સ્થિતિએ પર્યકબંધ વગેરે નિષદ્યાસન છે.
વાં શબ્દ વિકલ્પના અર્થવાળો છે. સ્થાનાદિ કરે કે શયન કરે. બચતમમ્ તિ, જેનો અભ્યાસ કર્યો હોય તેને સ્વીકારીને.
ધર્મજાગરિકા- ધર્મ શ્રુત-ચારિત્રના ભેદથી બે પ્રકારે છે. તેમાં શ્રતધર્મ વાચના-પ્રચ્છના-અનુપ્રેક્ષા-સ્વાધ્યાય-ધર્મોપદેશરૂપ છે. ચારિત્રધર્મના મહાવ્રત-અણુવ્રત-ઉત્તરગુણ એ (ત્રણ) ભેદો છે. શ્રુત-ચારિત્રધર્મ માટે જાગવું તે ધર્મજાગરિકા. ધર્મજાગરિકા આર્ત-રૌદ્રધ્યાન અને વિકથા આદિ માટે નથી. આ પ્રમાણે આ પૌષધોપવાસને ગૃહસ્થ સારી રીતે કરવો જોઇએ.
ઉપભોગ-પરિભોગપરિમાણ ૩૫મો-પરિમાવ્રત નામ રૂટ્યાદ્રિ, ઉપભોગ-પરિભોગ શબ્દોના અર્થોનું વ્યાખ્યાન (પૂર્વે આ જ સૂત્રમાં) કર્યું છે. તે વ્રત ભોજન અને કર્મને આશ્રયીને બે પ્રકારનું છે. તેમાં માંસ અને અનંતકાય આદિ અશનથી નિવૃત્ત થાય. દારૂ-સુરા-માંસરસ આદિ પાનથી નિવૃત્ત થાય. બહુબીજો અને જીવોથી ભરેલા ઉદ્બરફળ આદિ ખાદિમથી નિવૃત્ત થાય. માખીઓ વગેરેએ બનાવેલ દરેક પ્રકારના મધ-આદિ સ્વાદિમથી નિવૃત્ત થાય. એ પ્રમાણે યથાસંભવ બીજા પણ સચિત્ત આહારસમૂહનો દરરોજ ત્યાગ કરે. કર્મથી અંગારા કરવા વગેરે પંદર કર્માદાનોનો ત્યાગ કરે.