________________
૧૫૪
શ્રી તત્ત્વાથધિગમસૂત્ર અધ્યાય
સૂત્ર-૧૫ કે ઘરમાં રહેનારાઓને પૃથ્વીકાયાદિ પાંચ એકેદ્રિયોનો ત્યાગ પ્રાયઃ દુષ્કર છે. બેઇંદ્રિય-તે ઇદ્રિય-ચરિંદ્રિય-પંચેંદ્રિય જીવો સ્થૂલ છે. એ જીવો સઘળા લોકમાં જીવ તરીકે પ્રસિદ્ધ હોવાથી સ્થૂલ કહેવાય છે. એકેંદ્રિય જીવો લોકમાં વિવાદથી જીવ તરીકે પ્રસિદ્ધ હોવાથી સૂક્ષ્મ કહેવાય છે. તેમાં પણ સંકલ્પજ(=સંકલ્પથી થનાર) પ્રાણાતિપાતનું પ્રત્યાખ્યાન કરે છે, આરંભનું(=આરંભથી થનારનું) નહિ. હળ-દંતારી-ખનન-સૂનાપંચક જેવા સાધનોનો ઉપયોગ કરવો એ આરંભ છે. તેમાં અવશ્ય નાનાશંખ, કીડી, ધનેરા, નાનાકડા અને દેડકા વગેરે જીવોનો સંઘટ્ટ-પરિતાપવિનાશ થાય છે. માટે આરંભથી થનાર હિંસાનું પ્રત્યાખ્યાન તેમને ન હોય, સંકલ્પથી થનાર હિંસાનું પ્રત્યાખ્યાન સંભવે છે. મનથી સંકલ્પ કરીને માંસ, હાડકા, ચામડું, નખ, વાળ અને દાંત વગેરે માટે બે ઇંદ્રિય આદિ પ્રાણીઓને હું ન હણે એ પ્રમાણે જીવના સંકલ્પકૃત પ્રાણાતિપાતથી નિવૃત્ત થાય. પ્રાણાતિપાતને ન કરું, ન કરાવું, મન-વચન-કાયાથી ઇત્યાદિ વિકલ્પોમાંથી કોઈ એક વિકલ્પથી પ્રત્યાખ્યાન કરે છે.
તથા સર્વમૃષાવાદથી વિરમતો નથી. તો ક્યા મૃષાવાદથી વિરમે છે? અખંડિત શીલવાળી કન્યાને અસતી, રસાળભૂમિને હલકી ભૂમિ, અલ્પ દૂધવાળી ગાયને બહુ દૂધવાળી ગાય હું ન કહું ઇત્યાદિથી તથા ખોટી સાક્ષી આપવી વગેરેથી નિવૃત્ત થાય. સ્નેહ-દ્વેષ-મોહથી પરાજય પામીને વિપરીત ન બોલે. પ્રત્યાખ્યાનવિધિ પૂર્વવત્ જાણવો.
તથા સર્વઅદત્તાદાનથી વિરમતો નથી, કિંતુ જેનાથી ચોરીનો આરોપ આવે તેવી પ્રસિદ્ધ દ્વિપદ-ચતુષ્પદ-અપદ સંબંધી અદત્તાદાનથી વિરમે છે. પણ અલ્પઘાસ, અલ્પકાઇ, અલ્પછાણ આદિના ગ્રહણથી વિરમતો નથી. પ્રત્યાખ્યાન પૂર્વવત્ જાણવું.
તથા સર્વમૈથુનથી વિરમતો નથી. કિંતુ સ્કૂલમૈથુનથી વિરમે છે. પરસ્ત્રીગમન સ્કૂલ છે. પરસ્ત્રીગમનનું એને પ્રત્યાખ્યાન છે. સ્વસ્ત્રીમાં એને પ્રત્યાખ્યાન નથી.