________________
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૭
સૂત્ર-૧૨
',
चेतोवृत्तिर्मनसाऽभिलषति - एवं ममापि यदि भवेयुः सम्पद इति, काङ्क्षणं काङ्क्षा अर्जनमतिपरिणामाविच्छेदः, गृद्ध्यतीति गर्द्ध:, पचाद्यच्, गर्थ्यो गृद्ध इत्येकोऽर्थः यथाऽऽमिषार्थी गृध्रो दूरत एवालोक्य चक्षुषा सम्पतति, एवं लोभकषायनिघ्ना यानि यानि द्रव्योत्पत्तिधामानि तेषु सम्पत्य किञ्चिदासादयन्ति, अतो गर्द्धस्य भावः कर्म्म वा गार्द्धयं, मूर्च्छा प्राग्व्याख्यातैव, अर्थादन्योऽर्थान्तरं नार्थान्तरमनर्थान्तरं, सर्व एवायमेवंप्रकारको लोभकषायकलिर्विजृम्भते, न कश्चिद्भेद इति ।।૭-૨૦
૧૩૨
ટીકાર્થ— અહીં પ્રમત્તયોર્ એ પદ ઉપરથી ચાલ્યું આવે છે. ‘મૂર્છા’ રૂતિ, મૂછ્ ધાતુ મોહ અને સમુચ્છાય અર્થમાં છે. આત્મા જેનાથી આસક્ત થાય તે મૂર્છા. મૂર્છા એટલે લોભપરિણામથી આત્મા મોહ પાસે લઇ જવાય છે, અર્થાત્ વિવેકથી ભ્રષ્ટ કરાય છે. વિવેકથી ભ્રષ્ટ અને વિશિષ્ટ લોભકષાયની વાસનાથી અયોગ્ય પ્રવૃત્તિમાં તત્પર આ આત્મા કાર્યને કે અકાર્યને જરાય જાણતો નથી. મૂર્ખતાને ભેટનાર, તૃષ્ણારૂપ પિશાચણીથી વશ કરાયેલ ચિત્તવૃત્તિવાળો અને ગુણ-દોષની વિચારણાથી રહિત આત્મા અંધ-બધિરની જેમ ચેષ્ટા કરે છે. અથવા મૂર્છા એટલે સમુચ્છાય. લોભની વાસનાના બળથી રંગાયેલો આત્મા પ્રતિક્ષણ હિંસાદિ દોષોથી પુષ્ટ થાય તે સમુચ્છાય. આથી લોભ સઘળા દોષોમાં મુખ્ય દોષ છે. લુબ્ધ આત્મા હિંસાદિમાં નિઃશંકપણે પ્રવૃત્તિ કરે છે. પુત્ર પિતાને પણ હણે છે, ભાઇ ભાઇને હણે છે. પિતા પુત્રને હણે છે. એ પ્રમાણે બહેન, માતા અને પત્ની આદિ અંગે પણ કહેવું. લાંચ લઇને ખોટી સાક્ષી આપનાર અસત્ય બોલે છે, બળના જોરથી રસ્તામાં મુસાફર લોકને લૂંટે છે, ખાતર પાડે છે. ચોરીથી અને લાભના લોભથી રાજા આદિની સ્ત્રીને પણ ભોગવે છે. બાહ્ય કે અત્યંતર, નજીક કે દૂર રહેલ, મનોહર દર્શનવાળો કે પ્રતિકૂળ હોય એવો કોઇ ભાવ નથી કે જેને લોભી પુરુષ સર્વથા છોડે. લોભરૂપ સર્પ વડે જીવ અતિશય ઘણા અનિષ્ટોની