________________
સૂત્ર-૧૧ શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૭ ૧૨૫ धनुष्ठानमविच्छिन्नविषयपिपासाः समाचरन्ति, साधवस्तु विवेकबलादुपशान्तरागादिरजसः सर्वात्मना परिवर्जयन्तीति ॥ ७-११॥
ટીકાર્થ–મૈથુન એટલે યુગલ. મૈથુનમાં ક્યારેક બંને સચેતન હોય, ક્યારેક એક સચેતન અને એક અચેતન હોય. તેમાં (કાન્કિ ) પહેલા વિકલ્પમાં પુરુષવેદોદયથી પુરુષ ઉદય પામેલા સ્ત્રીવેદવાળી દેવ-મનુષ્યતિર્યંચ સ્ત્રીની સાથે અથવા પુરુષ નપુંસકની સાથે સંયોગ કરે છે અથવા ફળાદિના છિદ્રની સાથે કે સ્વહસ્તાદિની સાથે સંયોગ કરે છે. એ પ્રમાણે ચેતન સ્ત્રી કંદાદિથી કે અન્યના હસ્તાદિથી પણ સંયોગ કરે છે. બીજા વિકલ્પમાં તો વેદના ઉદયવાળો પુરુષ અચેતન દેવ-મનુષ્ય-તિર્યંચ સ્ત્રીની લેખ-કાઠ-પથ્થર-પુસ્તક ચિત્રરૂપ પ્રતિમાઓની સાથે સંપર્ક(=સંયોગ) કરે છે અથવા અચિત્ત છિદ્રોની કે મૃતશરીરની સાથે સંપર્ક કરે છે તથા સ્ત્રી અચેતન પુરુષપ્રતિમામાં રહેલા લિંગની સાથે કે કાષ્ઠની સળી આદિની સાથે સંયોગ કરે છે. ઘણા પ્રકારના કૃત્રિમ ઉપકરણોથી પોતાને વિડંબિત કરે છે. આ પ્રમાણે બધા સ્થળે મિથુનનો સંભવ છે.
મિથુનનો-યુગલનું (ભાવ કે)કર્મ તે મૈથુન. અવિકૃત હોવાથી અને યુવાદિઆકૃતિગણ હોવાથી પ્રત્યય થયો છે અથવા “મિથુનની આ ક્રિયા” એવા અર્થમાં “તચેમજ એ સૂત્રથી પ્રત્યય થયો છે. અચેતન પણ પ્રતિમાદિ વસ્તુ વિવક્ષિત ક્રિયાને યોગ્ય હોવાથી તે રીતે પરિણામ પામતી તે રીતે અનુગ્રહ કરનારી થાય છે. આથી “તે બેની ક્રિયા તે મૈથુન” એમ બરોબર છે. અહીં ભાવાર્થ આ છે- અચેતન પ્રતિમા આદિ દ્વારા મૈથુન ૧. જે શબ્દમાં પ્રત્યય વગેરેથી ફેરફાર થયો હોય તે શબ્દ વિકૃત છે, જે શબ્દમાં તેવો ફેરફાર
ન થયો હોય તે શબ્દ અવિકૃત છે. અવિકૃત યુવા વગેરે શબ્દોથી ગળુ પ્રત્યય થાય માટે
અહીં વિતત્વાર્ એમ જણાવ્યું છે. ૨. આકૃતિ ગણ એટલે ટીકામાં જણાવેલ શબ્દસમૂહ સિવાયના પણ તેના જેવા બીજા શબ્દોને નિયમ લાગે. જેમકે, યુવાનનું સૂત્રની ટીકામાં યુવનવગેરે શબ્દસમૂહ જણાવેલ છે. પણ તેમાં મિથુન શબ્દ નથી. આમ છતાં યુવાદિ આકૃતિગણ હોવાથી મિથુનથી [ પ્રત્યય થયો. ૩. યુવાફેર (સિદ્ધહેમ ૭-૧-૧૬૭) ૪. તસ્યમ્ (સિદ્ધહેમ ૬-૩-૧૬૦).