________________
સૂત્ર-૮
શ્રી
ના
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૭ એ પ્રમાણે પરને સુખ ઉત્પન્ન કરવામાં પણ એકાંત(=પરને સુખ ઉત્પન્ન કરવાથી પાપ ન જ થાય એમ) માનવું યોગ્ય નથી. સ્ત્રીપુરુષનો સંગ કરાવી આપનાર સુખ ઉત્પન્ન કરતો હોવા છતાં તેને પાપ લાગે. કોઈક પ્રસંગે પરને સુખ ઉત્પન્ન કરવા આદિથી પુણ્યાંશનો યોગ થાય અથવા નિર્જરા થાય. જેમકે- શાસ્ત્રોક્ત અનુષ્ઠાન કરતા હોય તેવા સુધા-તૃષાથી પીડિત સાધુને આધાકર્મ આદિ દોષોથી દૂષિત આહાર આપવાથી અને એષણાથી અવિશુદ્ધ પ્રાસુક અન્ન-પાણી આપવાથી પુણ્યાશ કે નિર્જરા થાય.
વળી- જે કહ્યું હતું કે, અગ્નિ સામર્થ્યના દૃષ્ટાંતથી વધ્ય જીવ પણ વધ ક્રિયાના સંબંધથી હણનારની જેમ પાપની સાથે જોડાય છે. જેવી રીતે અગ્નિ પહેલાં કાઇ વગેરે સ્વાશ્રયને બાળે છે, એ પ્રમાણે વધ્ય સંબંધી વધ ક્રિયા પહેલાં વધ્યને જ પાપની સાથે જોડે છે. કેમકે ભેદની ક્રિયા કર્મમાં રહેલી છે એવું વચન છે. દેવદત્ત જેવી રીતે કોઠીને ભેટે છે એ પ્રમાણે પ્રાણીને હણે છે. તે અસત્ય છે. કર્તામાં સમવાયસંબંધથી રહેલી(કર્તાથી જુદી ન પડે તે રીતે રહેલી) જે ક્રિયાથી કોઠીનો ભેદ ઉત્પન્ન કરાય છે તે ભેદક્રિયા વિવક્ષિત છે. તે પ્રમાણે કર્તામાં રહેલી જે હનનક્રિયાથી કર્મમાં રહેલ પ્રાણનો વિયોગ કરાય છે તે હનનક્રિયા વિવક્ષિત છે. (એથી વધ્યને પાપ ન લાગે.) આનાથી એ પણ કહી દીધું કે જેનો દહનસ્વભાવ પ્રતિબદ્ધ નથી કરાયો એવો દષ્ટાંતરૂપે કરાયેલ અગ્નિ પણ બુદ્ધિપૂર્વક(=ઉપયોગપૂર્વક) કે અબુદ્ધિપૂર્વક(=ઉપયોગ વિના) સ્પર્શવામાં આવે તો બાળે જ છે. એ પ્રમાણે પ્રયત્નરહિત પણ ( મારવાના પ્રયત્ન વિના પણ) કરાતો પ્રાણાતિપાત કર્તાને અવશ્ય પાપની સાથે જોડે જ છે. આ પ્રમાણે દષ્ટાંતનો અર્થ છે. (પૂર્વપક્ષમાં અગ્નિ આશ્રયને પણ બાળે છે એમ કહીને વધ્યને પણ પાપ લાગે એમ અગ્નિરૂપ દષ્ટાંતની ઘટના કરી છે. જ્યારે અહીં ઉત્તરપક્ષમાં અનુપયોગથી ૧. મંત્રાદિથી દહનના સ્વભાવને રોકી દેવામાં આવે તો સ્પર્શવા છતાં અગ્નિ ન બાળે માટે
અહીં જેનો દહનસ્વભાવ પ્રતિબદ્ધ નથી કરાયો એવો અગ્નિ એમ કહ્યું.