________________
૯૨
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૭
સૂત્ર-૮ આપનારમાં અજ્ઞાનાદિ પ્રમાદનો અત્યંત =જરા પણ) સંભવ નથી. જેમના રાગ-દ્વેષ-મોહ નાશ પામી ગયા છે તેવા ભગવાને મુમુક્ષુઓને કર્મનિર્જરાના ઉપાય તરીકે તપનો ઉપદેશ આપ્યો છે. અપ્રમત્તને પાપની પ્રાપ્તિ ક્યાંથી થાય ?
શ્રદ્ધા-શક્તિ આદિ ગુણોથી યુક્ત અને અપ્રમત્ત અન્નદાતા પણ ગુણવાન પાત્રને સાધુનિમિત્તે ન કરેલું, ન કરાવેલું અને ન અનુમોદેલું એવું યોગ્ય અન્ન આપે છે. લેનાર પણ આગમને અનુસરીને લે છે. તેમાં અન્નદાતાને પાપની સાથે સંબંધ ક્યાંથી થાય? કારણ કે દાનકાળે જ કર્મનિર્જરા વગેરે ફળ ઉત્પન્ન થઈ જાય છે. આખવિહિત આચાર પ્રમાણે પરિમિતાદિ ભોજન કરનારભોક્તાને જન્માંતરમાં ગ્રહણ કરેલા કર્મના કારણે થનારી વિસૂચિકા દાતાને દોષને પમાડનારી થતી નથી. વિહિત આચારનું ઉલ્લંઘન કરીને ભોજન કરનારને પણ સ્વકૃત કર્મના વિપાકથી જ વિસૂચિકા થાય. આથી દાતા અપ્રમત્ત હોવાથી દાતાને અલ્પ પણ દોષ ન થાય. .
પૂર્વપક્ષ- આ આહારથી વિસૂચિકા થશે એવું અજ્ઞાન પ્રમાદ છે. ઉત્તરપક્ષ દાતાએ પોતાના અન્નનો દાનકાળે જ ત્યાગ કરી દીધો છે. પોતાની માલિકી છોડી દીધી છે.) જેનો સ્વીકાર કર્યો હોય તેનાથી પરને દુઃખ (અથવા મરણ) થાય તો એ દુઃખ પ્રમત્તને દોષવાળું થાય.
વળી- ગર્ભ માતાના દુઃખનું કારણ છે અને માતા પણ ગર્ભના દુઃખનું કારણ છે. બંને પરસ્પરના) દુઃખનું કારણ હોવાથી બંનેનો પાપની સાથે સંબંધ થાય એમ જે કહ્યું તે જૈનોને માન્ય જ છે. કેમકે તે બે પ્રમત્ત છે.
આ એકાંત નથી કે બીજાને દુઃખ ઉત્પન્ન કરવાથી પાપ થાય જ. જેમ કે સર્વ પ્રકારના પ્રમાદથી અને કષાયથી રહિત મુનિના દર્શન થતાં અથવા શરીરનો ત્યાગ કરનારા(શરીરને વોસિરાવી દેનારા) એવા મૃત્યુ પામેલા મુનિના દર્શનથી શત્રુને દુઃખ ઉત્પન્ન થાય. તેના દુઃખના નિમિત્તે સાધુને પાપ ન લાગે. આગમને અનુસરનારા મુનિને માત્ર દ્રવ્યવધમાં પરને દુઃખ ઉત્પન્ન થવા છતાં ઉત્તમ વૈદ્યની જેમ પાપ ન લાગે.