________________
સૂત્ર-૨
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
નિશ્ચય સમ્યકત્વ નિશ્ચયનયના મતે સમ્યગ્દર્શન પ્રશમાદિ સઘળાં ચિહ્નોથી યુક્ત હોય છે. (કહ્યું છે કે-) “જેને આ મૌન=મુનિધર્મ છે એમ જુઓ છો તેને આ સમ્યકત્વ છે એમ જુઓ, જેને આ સમ્યકત્વ છે એમ જુઓ છો, તેને આ મૌન=મુનિધર્મ છે એમ જુઓ.” અર્થાત્ મુનિધર્મ એ જ સમ્યત્વ છે અને સમ્યકત્વ એ જ મુનિધર્મ છે. જે સમ્યગ્દર્શન આસ્તિષ્પ આદિ ચિહ્નોમાંથી કોઈ એકાદિ ચિતથી યુક્ત હોય તે વ્યાવહારિક સમ્યકત્વ છે.
પ્રશમાદિના ક્રમમાં હેતુ પ્રાયઃ પશ્ચાનુપૂર્વીથી( વિપરીત ક્રમથી) આસ્તિક્યાદિ ગુણો પ્રગટે છે. અર્થાત્ પહેલા આસ્તિષ્પ પ્રગટે, પછી અનુકંપા પ્રગટે એમ ઉલટા ક્રમથી ગુણો પ્રગટે છે. આથી જ જેમણે જિનવચનનો સ્વીકાર કર્યો નથી તેવા જીવોને (પરમાર્થથી) અનુકંપા વગેરે ન હોય.
પ્રશ્ન- જો પશ્ચાનુપૂર્વીથી પ્રશમદિગુણો પ્રગટે છે તો અહીં પ્રશમાદિ ગુણોનો આસ્તિક્યાદિ ક્રમથી નિર્દેશ ન કરતાં પ્રશમાદિ ક્રમથી નિર્દેશ કેમ કર્યો છે ? ઉત્તર– પ્રધાનતાની અપેક્ષાએ પ્રશમાદિ ક્રમથી નિર્દેશ કર્યો છે.
આસ્તિક્યથી અનુકંપા પ્રધાન છે, અનુકંપાથી નિર્વેદ પ્રધાન છે, એમ ક્રમશઃ ઉત્તરોત્તરગુણ પ્રધાન છે.
પૂર્વપક્ષ– જિનવચનને નહિ જાણનારા માતુષ મુનિ આદિને યથોક્ત તત્ત્વભૂત પદાર્થોની શ્રદ્ધા કેવી રીતે હોય? કેમકે તેમનામાં અજ્ઞાનતાની પ્રધાનતા હોય છે, અર્થાત્ તેમાં અજ્ઞાન ઘણું હોય છે.
ઉત્તરપક્ષ- જો કે માષતુષ આદિ મુનિઓમાં જ્ઞાનાવરણીયકર્મના ઉદયથી અજ્ઞાનતા હોય છે. તો પણ સમ્યગ્દર્શનથી વિપરીત રુચિનું કારણ એવા મિથ્યાત્વમોહનીયના ક્ષયોપશમથી સમ્યગ્દર્શનથી વિપરીત રુચિ ન હોવાથી જ્યાં બોધ હોય ત્યાં અવિપરીત જ શ્રદ્ધા હોય, અર્થાત્ જેટલું જાણ્યું