________________
સૂત્ર-૨
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧ ઉત્તર– પ્રાયઃ છઠ્ઠી-સાતમી વિભક્તિમાં અભેદ છે એમ જણાવવા માટે તે પ્રમાણે અર્થ કહ્યો છે. પ્રાયઃ છઠ્ઠી-સાતમી વિભક્તિમાં અભેદ જ જોવામાં આવે છે. જેમકે પર્વતનાં વૃક્ષો, પર્વતમાં વૃક્ષો. જે જેના અવયવો હોય તે તેમાં હોય, એમ અહીં પણ જાણવું. જીવાદિનું શ્રદ્ધાન છે તેથી તે શ્રદ્ધાન જીવાદિ સંબંધી છે—જીવાદિમાં છે.
સમ્યગ્દર્શનના લક્ષણો આ પ્રમાણે તત્ત્વાર્થશ્રદ્ધનમ્ એ પદનું વિવરણ કરીને, સમ્યગ્દર્શન પદનું પૂર્વે જ વિવરણ કર્યું છે. આથી તેના વિવરણને છોડીને, ઉત્પન્ન થયેલું સમ્યગ્દર્શન બીજાઓથી પણ જે રીતે જાણી શકાય તે રીતે ચિહ્નોથી સહિત અને તાત્પર્યાર્થપૂર્વક પ્રતિપાદન કરવા માટે કહે છે. “શ્રદ્ધાન એટલે જીવાદિ પદાર્થોમાં પ્રત્યયથી અવધારણ કરવું.” આ પ્રમાણે જ છે એમ નિશ્ચિત થયે છતે, પ્રશમ-સંવેગ-નિર્વેદ-અનુકંપા-આસ્તિક્ય એ પાંચ ગુણો પ્રગટ થવા એ સમ્યગ્દર્શનનું ચિહ્ન છે. અર્થાત આ પાંચ ગુણો જેનામાં હોય તેનામાં સમ્યગ્દર્શન છે એમ જાણી શકાય છે. પ્રશમાદિ ગુણોનો અર્થ આ પ્રમાણે છે–
પ્રશમ– દોષનું નિમિત્ત મળે કે ન મળે, ક્રોધમોહનીયકર્મના ક્ષયોપશમ આદિથી થતો ક્ષમાનો પરિણામ.
સંવેગ- નરકાદિ ગતિની વિચારણાથી ઉત્પન્ન થતો સંસારનો) સમ્યફા=પ્રશસ્ત) ભય. નિર્વેદ– વિષયોમાં દોષો જોવાથી કેવળ મોક્ષનું જ શરણ સ્વીકારવું. અનુકંપા દુઃખી જીવો પ્રત્યે કરુણા. આસ્તિષ્પ- જીવાદિ તત્ત્વો છે તેવો વિશ્વાસ રાખવો.
આવા પ્રકારની તત્ત્વાર્થશ્રદ્ધા સમ્યગ્દર્શન છે. આવા પ્રકારની જે તત્ત્વાર્થશ્રદ્ધા છે તે સમ્યગ્દર્શન છે, નહિ કે કેવળ બોલવું.