________________
સૂત્ર-૧
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧ પૂર્વપક્ષ- આ ત્રણ પ્રકારનો મોક્ષમાર્ગ છે એમ કહેવાથી જ આ (==ણે ભેગા મળીને મોક્ષમાર્ગ છે એ) અર્થ જણાઈ જાય છે.
ઉત્તરપક્ષ નથી જણાતો. કેમકે ત્રણે ભેગા મળીને જ મોક્ષનું સાધન છે. પ્રત્યેક સાધન હોય તેમાં પણ ત્રિવિધ કહેવામાં કોઈ વિરોધ નથી. કેમકે તલવાર, કુહાડી આદિ છેદવાના સાધનોમાં તે તે રીતે પ્રયોગ જોવામાં આવે છે. અર્થાત્ છેદવાના સાધન તરીકે પ્રસિદ્ધ તલવાર, પરશુ આદિ પ્રત્યેક સાધનથી છેદવાનું કાર્ય થઈ શકતું હોવા છતાં છેદવાનું સાધન દ્વિવિધ છે, ત્રિવિધ છે ઇત્યાદિ પ્રયોગ જોવામાં આવે છે. આથી મોક્ષાર્થીએ સમ્યગ્દર્શનાદિ ત્રણેયનો આશ્રય કરવો જોઇએ.
સમ્યગ્દર્શનાદિના જ લાભવિધિને કહે છે– જેવી રીતે સમ્યગ્દર્શનાદિ ત્રણેય ભેગા મળીને મોક્ષમાર્ગના હેતુ છે એમ સ્વીકાર્યું તેમ આ પણ સ્વીકારવું જોઈએ કે પૂર્વના સાધનનો લાભ થતાં ઉત્તરના સાધનનો લાભ થાય કે ન પણ થાય. સૂત્રમાં જણાવેલા ક્રમની અપેક્ષાએ સમ્યગ્દર્શન પૂર્વ છે અને જ્ઞાન-ચારિત્ર ઉત્તર છે. આથી અર્થ આ પ્રમાણે થાયસમ્યગ્દર્શનનો લાભ થતાં જ્ઞાનનો કે ચારિત્રનો લાભ થાય કે ન પણ થાય. દેવો-નારકો-તિર્યંચોને અને કેટલાક મનુષ્યોને સમ્યગ્દર્શનનો લાભ થવા છતાં આચારાંગ આદિ શ્રુત સંબંધી વિશિષ્ટ જ્ઞાન નથી હોતું. તથા કેટલાક મનુષ્યોને સમ્યગ્દર્શનનો લાભ થવા છતાં સામાયિક વગેરે વિશિષ્ટ ચારિત્ર નથી હોતું. ઉત્તરનો લાભ થતાં પૂર્વનો લાભ અવશ્ય હોય. એથી ચારિત્રનો લાભ થતાં જ્ઞાનનો લાભ અવશ્ય હોય. કેમકે જ્ઞાનના અભાવમાં સમ્યફચારિત્ર ન હોય. જ્ઞાનનો લાભ થતાં દર્શનનો લાભ અવશ્ય હોય. કેમકે દર્શનના અભાવમાં સભ્ય બોધ ન હોય.
પૂર્વપક્ષ–આ(=પૂર્વનો લાભ થતાં ઉત્તરનો લાભ હોય કે ન પણ હોય એ) નિયમ જ્ઞાન અને ચારિત્રમાં યુક્ત છે. કારણ કે તે બે કાળભેદથી પણ થાય છે. પણ જ્ઞાન-દર્શનમાં આ નિયમ યુક્ત નથી. કેમકે એ બંને સાથે થાય છે. તે આ પ્રમાણે- જ્યારે મિથ્યાત્વમોહનીયના ક્ષયોપશમ આદિથી સમ્યગ્દર્શન થાય ત્યારે જ મતિ આદિ જ્ઞાન થાય છે.