________________
૧૦
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
સૂત્ર-૧
ઉદ્દેશમાત્રમ્ વિશેષ વિવરણ વિના સામાન્યથી પદાર્થનું કથન કરવું તે ઉદેશ છે. શાસ્ત્રકાર વડે સગર્શન-જ્ઞાન-વરિત્રાણિ મોક્ષમઃ એ સૂત્ર ઉદેશમાત્ર રૂપ કહેવાય છે.
અહીં ભાવાર્થ આ છે– આ ક્રમથી અમે સમ્યગ્દર્શનાદિને કહીશું અને સમ્યગ્દર્શનાદિના લાભનો આ ક્રમ છે, એમ જણાવવા માટે પ્રારંભમાં આ સૂત્ર કહેવાય છે. (સંહપ્રતિજ્ઞાનાદ્રિ) સંગ્રહની પ્રતિજ્ઞા કરવા માટે, અર્થાત્ આ શાસ્ત્રમાં અમે સમ્યગ્દર્શનાદિ ત્રણનો સંગ્રહ કરીશું એવી પ્રતિજ્ઞા જણાવવા માટે આ પ્રથમ સૂત્ર કહેવામાં આવ્યું છે.
ત્રણે મળીને જ મોક્ષમાર્ગ છે મોક્ષમા એ પ્રમાણે એકવચનમાં નિર્દેશ કરવાના પ્રયોજનને કહે છેપહેલાં જેમનો નામથી નિર્દેશ કર્યો છે તે સમ્યગ્દર્શનાદિ બધાં મોક્ષનાં સાધનો છે મોક્ષને ઉત્પન્ન કરનારાં છે, અર્થાત તે ત્રણે ભેગા મળીને મોક્ષમાર્ગ છે. જેવી રીતે હરડે, બેડા અને આમળાં એ ત્રણે ભેગા મળીને ત્રિફળા ઔષધ આરોગ્ય કરે છે, તેવી રીતે સમ્યગ્દર્શનાદિ ત્રણે ભેગા મળીને આત્માના મોક્ષરૂપ આરોગ્યને કરે છે. તેથી મોક્ષમા એમ એકવચનમાં નિર્દેશ છે.
અર્થથી જે પ્રાપ્ત કરવા યોગ્ય છે તે(==ણે ભેગા મળીને મોક્ષમાર્ગ છે એ) સિદ્ધ થઈ ગયું હોવા છતાં વિવાદને દૂર કરવા માટે આ કહે છે – કોઈ એકના પણ અભાવમાં સાધન ન બને એથી ત્રણનું ગ્રહણ કર્યું છે.
વિવાદ આ પ્રમાણે છે– જ્ઞાનવાદીઓ જ્ઞાનને જ મોક્ષનું સાધન માને છે. ક્રિયાવાદીઓ ક્રિયાને જ મોક્ષનું સાધન માને છે. આ સત્ય નથી. એકલું જ્ઞાન શુભક્રિયાથી રહિત હોવાથી પાંગળા માણસની જેમ ઈષ્ટની સિદ્ધિ માટે થતું નથી. માત્ર ક્રિયા પણ વિશિષ્ટ જ્ઞાનથી રહિત હોવાથી આંધળા માણસની જેમ ઈષ્ટની સિદ્ધિ માટે થતી નથી.
આથી કહે છે– સમ્યગ્દર્શનાદિ કોઈ એકના પણ અભાવમાં મોક્ષના સાધન બનતા નથી. આથી મોક્ષમાર્ગ શબ્દ સમુદાયનો વાચક હોવાથી એકવચનનો નિર્દેશ યોગ્ય જ છે.