________________
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
ટીકાર્થ– “શ્રમમવિવિત્યે ત્ય, પોતાના હૃદયશોષ આદિ રૂપ ( હૃદયને શોક લાગવો ઇત્યાદિ રૂ૫) શ્રમને ગણ્યા વિના કલ્યાણકારી ધર્મનો સદા ઉપદેશ આપવો જોઇએ. સર્વ અર્થને પમાડનારો હોવાથી ધર્મ ઉત્તમ છે. ઉત્તમ ધર્મ હોવાથી શ્રેયઃ(=મોક્ષ)નું સાધન છે. માટે ધર્મનો ઉપદેશ સદા કહેવો જોઈએ. એ ધર્મ શ્રેયસ્કર(કકલ્યાણકારી) છે. અશ્રેયસ્કર નથી, અર્થાત્ ધર્મ સ્વ-પરના ઉપકારને કરનારો છે. (કારણ કે) શાસ્ત્ર વગેરે શ્રેયસ્કર છે. “માત્માનં ૨ પર ર” તિ, અહીં બે શબ્દો સ્વ અને પર બંનેના અનુગ્રહનો સંગ્રહ કરનારા છે. કારણ કે હિતનો ઉપદેશ કરનાર=મોક્ષના સાધનને કહેનાર જીવ પોતાના ઉપર અને બીજાના ઉપર અનુગ્રહ કરે છે. કેમકે બંનેના મોક્ષરૂપ ગુણની સિદ્ધિ થાય છે. આનાથી પૂર્વોક્ત પ્રયોજન વગેરેનું સમર્થન કર્યું. તત્ત્વાર્થાધિગમ સંગ્રહ એમ કહેવાથી શિષ્ય ઉપર અનુગ્રહ કરવો એ શાસ્ત્રકારનું પ્રયોજન છે અને આ અનંતર પ્રયોજન છે. પરંપર પ્રયોજન તો મુક્તિ(=મોક્ષ) જ છે. કેમકે તેના જ્ઞાનથી વૈરાગ્ય વગેરે ભાવથી મુક્તિની સિદ્ધિ થાય છે. કહ્યું છે કે- “જે જીવ દુઃખથી તપેલા જીવો ઉપર મોક્ષમાર્ગના ઉપદેશથી અનુગ્રહ કરે છે તે જીવ જલદી મોક્ષને પામે છે.” શ્રોતાઓનું અનંતર પ્રયોજન તત્ત્વોના અર્થનું જ્ઞાન છે. કેમકે શ્રવણથી પ્રતિબોધ થયા પછી તત્ત્વાર્થનું જ્ઞાન જ થાય છે. પરંપર પ્રયોજન તો મુક્તિ જ છે. કેમકે તત્ત્વાર્થના જ્ઞાનથી વૈરાગ્યાદિ ભાવ દ્વારા મુક્તિની સિદ્ધિ થાય છે. કહ્યું છે કે “મોક્ષમાર્ગના પરિજ્ઞાનથી ભવથી વિરક્ત થયેલા અને ક્રિયામાં તત્પર થયેલા જીવો વિઘ્ન વિના પરમગતિને(=મોક્ષગતિને) જ પામે છે.” અભિધેય વગેરે પૂર્વવત્ જાણવું. (કા.૩૦)
हितोपदेष्टाऽनुगृह्णातीत्युक्तं, तत्र हितोपदेशे विप्रतिपत्तेः शेषव्युदासेन तमभिधित्सुराह
હિતનો ઉપદેશ આપનાર જીવો પર અનુગ્રહ કરે છે એમ કહ્યું. તેમાં હિતોપદેશમાં વિવાદો હોવાથી શેષ ઉપદેશને દૂર કરીને હિતોપદેશ કહેવાની ઇચ્છાવાળા ગ્રંથકાર કહે છે