________________
54
શ્રી તત્ત્વાધિગમસૂત્ર અધ્યાય-૧ સમુદ્રને માપવાને ઇચ્છે છે. આકાશમાં ચંદ્રને ઓળંગવાને ઇચ્છે છે. મેરુપર્વતને હાથથી કંપાવવાને ઇચ્છે છે. પોતાની ગતિથી પવનને જીતવાની ઈચ્છા રાખે છે. સ્વયંભૂરમણ સમુદ્રને પીવાને ઇચ્છે છે. ખદ્યોતના(=આગિયાના) તેજથી સૂર્યનો પરાભવ કરવાને ઇચ્છે છે. (કા. ૨૪-૨૫-૨૬)
टीका- "शिरसे'त्यादि शिरसा-उत्तमाङ्गेन गिरि-पर्वतं बिभित्सेत्, उच्चिक्षिप्सेच्च-उत्क्षेप्तुमिच्छेच्च, सः-कश्चिदनिर्दिष्टः 'क्षिति' पृथिवीं 'दो' बाहुभ्यां 'प्रतितीर्षेत्' तरितुमिच्छेच्च, समुद्रं दोामेव मित्सेच्चमातुमिच्छेच्च पुनः कुशाग्रेण दर्भाग्रेण-समुद्रमेव । तथा 'खद्योतके' त्यादि, खद्योतकप्रभाभिः-ज्योतिरिङ्गनकरश्मिभिः सः-कश्चिदनिर्दिष्टरूप एव, अभिबुभूषेच्च-अभिभवितुमिच्छेच्च भास्करम्-आदित्यं मोहाद् अशक्यारम्भेच्छया, अज्ञाननाशाय, किमित्याह-'योऽतिमहाग्रन्थार्थम्' अङ्गानङ्गभेदभिन्नं 'जिनवचनं' तीर्थकरवचनं 'संजिघृक्षेत्' सङ्ग्रहीतुमिच्छति, सर्वथा अशक्यमेतदित्यर्थः, एतच्च किल भिन्नकर्तृकमार्याद्वयं, तथापि प्राय તત્યુતષ વિદ્યા તિ વ્યારાતમ્ ર૪-ર-રદ્દા
ટીકાર્થ– “શિરસા રૂલ્યતિ, આવું કરનાર પુરુષ મોહના કારણે, અર્થાત્ અશક્યનો આરંભ કરવાની ઇચ્છાથી મસ્તકથી પર્વતને ભેદવાની ઇચ્છા રાખે છે. બે હાથથી પૃથ્વીને ઉપાડવા માટે ઇચ્છે છે. બે ભુજાઓ વડે સમુદ્રને તરવાને ઇચ્છે છે. ડાભની અણીથી સમુદ્રને માપવાને ઇચ્છે છે. આકાશમાં ચંદ્રને ઓળંગવાને ઇચ્છે છે. મેરુ પર્વતને હાથથી કંપાવવાને ઇચ્છે છે. પોતાની ગતિથી પવનને જીતવાની ઇચ્છા રાખે છે. સ્વયંભૂરમણ સમુદ્રને પીવાને ઇચ્છે છે. ખદ્યોતના(=આગિયાના) તેજથી સૂર્યનો પરાભવ કરવા ઇચ્છે છે. અજ્ઞાનના નાશ માટે જે અતિ મહાગ્રંથાર્થને અંગપ્રવિષ્ટ અને અંગબાહ્ય એવા ભેદથી ભિન્ન જિનવચનનો સંગ્રહ કરવાની ઇચ્છા કરે છે તે સર્વથા અશક્ય કરવાની ઈચ્છા રાખે છે. ૧. રૂત: પ્રાવ ‘વ્યોની 'નિત્યડિ સિદ્ધસેનીયાયાં રેવાણીયાયાં વૃત્ત વ્યાધ્યાતા |