________________
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
53 स्तस्य, स एव विशेष्यते, दुर्गम:-दुलयः ग्रन्थभाष्ययोः पारो-निष्ठाऽस्येति विग्रहस्तस्य, तत्र ग्रन्थाः-मूलसूत्राणि भाष्याणि-तदर्थविवरणानि । અત્યંબૂતર્ણ “વા: શત:' ? : સમર્થ ? “પ્રત્યાd' લઉં 'जिनवचनमहोदधेः' जिनवचनसमुद्रस्य कर्तुं ?, न कश्चिदपीत्यर्थः ॥२३॥
ટીકાર્થ– “મફત” ત્યાતિ પરિમાણથી અનેક ક્રોડો પદરૂપ અતિશય મહાન છે, અર્થાત્ સર્વદ્રવ્ય અને ઘણા પર્યાયરૂપ છે. આથી અતિ મહાન વિષય છે જેનો તે અતિમહાવિષય. તેનો સંગ્રહ કરવા માટે કોણ સમર્થ છે? તે અતિ મહાવિષયને જ વિશેષથી કહે છે- તે ગ્રંથ અને ભાષ્યના અતિ મહાવિષયનો પાર પામવો દુર્ગમ છે. દુર્ગમ છે ગ્રન્થ અને ભાષ્યનો પાર જેનો તે દુર્ગમગ્રંથભાષ્યપાર. આ પ્રમાણે દુર્ગમ ગ્રંથભાષ્યપાર શબ્દનો વિગ્રહ છે. તેમાં ગ્રંથો એટલે મૂળસૂત્રો. ભાષ્યો મૂળગ્રંથોના અર્થના વિવરણરૂપ છે. આવા પ્રકારના જિનવચનરૂપ મહાસમુદ્રના સંગ્રહને કરવા માટે કોણ સમર્થ છે? અર્થાત્ કોઈપણ સમર્થ નથી. (કા.૨૩)
यो ह्येतत् कर्तुमिच्छति स एतदपि कुर्यादित्याहજે આ કરવાને ઇચ્છે છે તે આ પણ કરે (એમ કોઈ કહે તો તેના ઉત્તરને) કહે છે– शिरसा गिरि बिभित्से-दुच्चिक्षिप्सेच्च स क्षितिं दोाम् । प्रतितीर्धेच्च समुद्रं, मित्सेच्च पुनः कुशाग्रेण ॥२४॥ व्योमनीन्दुं चिक्रमिषेन्मेरुगिरिं पाणिना चिकम्पयिषेत् । गत्यानिलं जिगमिषेच्चरमसमुद्रं पिपासेच्च ॥२५॥ खद्यौतप्रभाभिः सोऽभिबुभूषेच्च भास्करं मोहात् । सोऽतिमहाग्रन्थार्थं, जिनवचनं संजिघृक्षेत् ॥२६॥
શ્લોકાર્થ– જે પુરુષ અતિશય ઘણા ગ્રંથો અને અર્થોથી પરિપૂર્ણ જિનવચનનો સંગ્રહ કરવાની ઇચ્છા રાખે છે તે મોહના કારણે મસ્તકથી પર્વતને ભેદવાની ઇચ્છા રાખે છે. બે હાથોથી પૃથ્વીને ઉપાડવા માટે ઇચ્છે છે. બે ભુજાઓ વડે સમુદ્રને તરવાને ઇચ્છે છે. ડાભની અણીથી