________________
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧ अधिगम्य-प्राप्य, विभवतीति विभुः-सर्वगतज्ञानात्मा 'स्वयमेव' स्वशक्त्या, नेश्वरादिसामर्थ्येन, किं तत् केवलमित्याह- 'ज्ञानदर्शनं' ज्ञानं च दर्शनं च, एतच्चानन्तत्वात्, एतदधिगम्य, कथमित्याह- ‘लोकहिताय' लोकहितार्थं, कृतार्थोऽपि मोहजयकेवलावाप्त्या 'देशयामास' देशितवान्, तीर्थमिदं वक्ष्यमाणम् ॥१७-१८॥
ટીકાર્થ– “ ”ત્યાદિ, ક્ષાયિક સમાન અથવા ક્ષાયિક જ સમ્યકત્વ. ત્યારબાદ કેવલજ્ઞાનને છોડીને ચાર પ્રકારનું જ્ઞાન, છેદોપસ્થાપ્ય અને પરિહારવિશુદ્ધિચારિત્ર રહિત ચારિત્ર. (બાકીના ત્રણ ચારિત્ર : સામાયિક, સૂક્ષ્મસંપરાય અને યથાખ્યાત ચારિત્ર) અવસ્થા વિશેષના ભેદથી હોય છે તેવો વૃદ્ધવાદ છે. સઘળા આશ્રવોનો નિરોધ કર્યો હોવાથી સંપૂર્ણ સંવર. છએ પ્રકારનો બાહ્ય તપ. અત્યંતર તપ તો યથાસંભવ હોય. કારણ કે પ્રાયઃ (તેમને) પ્રાયશ્ચિત્ત વગેરેનો અભાવ હોય છે. ધ્યાન તો (સદા) હોય છે. સમાધિ એટલે સર્વત્ર એકાગ્રતા. આ પ્રમાણે સમ્યક્ત્વ આદિના બળથી યુક્ત થયા છતાં ભગવાન શું કરે છે. તે કહે છે- અશુભ મોહને ખપાવીને, મોહ, જ્ઞાનાવરણ, દર્શનાવરણ અને અંતરાય એ ચાર કર્મો ઘાતિકર્મો હોવાથી શેષકર્મોથી પણ જઘન્યકર્મો છે. (કા.૧૭) તતઃ મિત્યા– અશુભમોદાદિ ખપાવીને પછી શું એમ કહે છે–
“વ”ત્યાદ્રિ કેવલને એટલે એક શુદ્ધજ્ઞાનને પ્રાપ્ત કરીને જે વ્યાપ્ત થાય તે વિભુ, અર્થાત્ જેનો જ્ઞાનઆત્મા બધા સ્થળે રહેલો છે તે વિભુ. સ્વયમેવ એટલે પોતાની શક્તિથી. ઈશ્વરાદિના સામર્થ્યથી નહિ. તે કેવલ શું છે તેને કહે છે- “જ્ઞાનવર્શન” જ્ઞાન અને દર્શન અનંત (પ્રાપ્ત થયા પછી એનો નાશ ન થતો) હોવાથી કેવળ છે. આ જ્ઞાનદર્શનને પ્રાપ્ત કરીને શું કરે છે તે કહે છે
મોહના જયથી કેવલજ્ઞાનની પ્રાપ્તિથી કૃતાર્થ થવા છતાં લોકના હિત માટે હવે કહેવાશે તે તીર્થનો ઉપદેશ આપ્યો તીર્થને પ્રકાશિત કર્યું. (કા.૧૮)