________________
41
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
ટીકાર્થ– “જ્ઞાન”રિત્યાદ્રિ “જ્ઞાનૈઃ પૂર્વાધ તૈઃ” જન્માંતરમાં પ્રાપ્ત કરેલા અને અપ્રતિપતિત નહિ આવરાયેલા જ્ઞાનોથી સહિત ઉત્પન્ન થયા. જ્ઞાન પાંચ હોવાથી કહે છે- “મતિષ્ણુતાથમિ:” જેમનું સ્વરૂપ હવે (અ.૧ સૂ.૯ માં) કહેવાશે તેવા મતિ-શ્રુત અને અવધિ જ્ઞાનોથી સહિત ઉત્પન્ન થયા. તે ત્રણ જ્ઞાનમાં પણ એક એક જ્ઞાનની વિશુદ્ધિની તરતમતા હોવાથી કહે છે- એકથી બેથી નહિ કિંતુ ત્રણેય શુદ્ધ જ્ઞાનથી યુક્ત ઉત્પન્ન થયા. અહીં દષ્ટાંતને કહે છે- “ત્યતિન્તિરિત્ર્યુવત:” જેવી રીતે ચંદ્ર શૈત્ય, ધૃતિ અને કાંતિથી યુક્ત હોય છે. તેવી રીતે ભગવાન શૈત્ય, ઘુતિ અને કાંતિથી યુક્ત ઉત્પન્ન થયા. તેમાં શૈત્ય એટલે આહલાદક=આહલાદ ઉત્પન્ન કરનાર. ઘુતિ એટલે અત્યંત નિર્મલતા. કાન્તિ એટલે મનોહરપણું. (કા.૧૨)
अधिकृतदेवताविशेषस्यैव जातस्य यत् स्वरूपं तदभिधित्सुराहપ્રસ્તુત ઉત્પન્ન થયેલા દેવવિશેષનું જ જે સ્વરૂપ છે તેને કહેવાની ઇચ્છાવાળા ગ્રંથકાર કહે છે–
शुभसारसत्त्वसंहन-नवीर्यमहात्म्यगुणयुक्तः । जगति महावीर इति, त्रिदशैर्गुणतः कृताभिख्यः ॥१३॥
શ્લોકાર્થ– દેવોએ જગતમાં જેમનું ગુણના કારણે “મહાવીર' એવું નામ કર્યું છે એવા દેવવિશેષ શુભ (હિતકર) ઉત્તમ સત્ત્વ, શ્રેષ્ઠ સંઘયણ, લોકોત્તર વીર્ય, અનુપમ માહાભ્ય, અદૂભુત રૂપ અને દાક્ષિણ્ય આદિ વિશિષ્ટ ગુણોથી યુક્ત હતા. (અહીં શુભ શબ્દ સત્ત્વ આદિ દરેક શબ્દની સાથે જોડવો.) (કા.૧૩)
टीका- "शुभसारे"त्यादि अत्र सत्त्वादयो विशेष्याः शुभसारा इति विशेषणं, सत्त्वं च संहननं चेत्यादिर्द्वन्द्वः, तत्र सत्त्वम्-अवैक्लव्यं संहननंशरीरद्रढिमा वीर्य-उत्साहो माहात्म्यं-प्रभुशक्तिः रूपं-सुन्दराङ्गत्वं गुणाःगाम्भीर्यदाक्षिण्यादयः, (ते सत्त्वादयः शुभसा)राः, शुभाः-प्रकृतिसुन्दराः स्वरूपेण सारा:-प्रधाना हितप्रयोजनत्वेन, सारशब्दः प्राधान्ये, सारोऽयमत्र