________________
શ્રી તત્ત્વાધિગમસૂત્ર અધ્યાય-૧ પષ્યનેy” વરબોધિના લાભથી આરંભીને અનેક જન્મોમાં અભ્યાસ કર્યો. અભ્યાસને અંતે શું થયું તે કહે છે– “નરો સાતેસ્વીકૃષ” ઉત્પન્ન થયા. ક્યાં ઉત્પન્ન થયા? ક્ષત્રિય વિશેષ જ્ઞાતોમાં ઉત્પન્ન થયા. જ્ઞાત નામના ક્ષત્રિયવિશેષોની ઇક્વાકુ એવી વિશેષ સંજ્ઞા છે. તે ઇશ્વાકુ વિશેષમાં ઉત્પન્ન થયા. ઈવાકુઓ પણ ઘણા છે તેથી કહે છે“સિદ્ધાર્થનરેન્દ્રશુરવી” ભગવાનના સિદ્ધાર્થ નામના પિતા હતા તે રાજા હતા તેમનું કુળ=ઘર અથવા સંતાન. તેમાં દીપક જેવા દીપક થયા. વમૂત્ર ઇત્યાદિ પ્રયોગથી જાતે=ઈચ્છાથી ઉત્પન્ન થયા એનું નિરાકરણ કર્યું. (તીર્થકરો સ્વયં ઈચ્છાથી જન્મ લેતા નથી કિંતુ કર્મથી તેમનો જન્મ થાય છે. એથી ભગવાન જન્મ લે છે એવી વાતનું ખંડન કર્યું.) (કા.૧૧) किम्भूतो जज्ञे ? इत्याहભગવાન કેવા પ્રકારના ઉત્પન્ન થયા ઇત્યાદિ કહે છે– ज्ञानैः पूर्वाधिगतै-रप्रतिपतितैर्मतिश्रुतावधिभिः । त्रिभिरपि शुद्धैर्युक्तं, शैत्यधुतिकान्तिभिरिवेन्दुः ॥१२॥
શ્લોકાર્થ-જેમ ચંદ્ર સદા શૈત્ય, ધૃતિ અને કાંતિ એ ત્રણ ગુણોથી યુક્ત હોય છે. તેમ ભગવાન મહાવીર જન્મ વખતે પૂર્વે (દવભવમાં) પ્રાપ્ત કરેલા અપ્રતિપાતિ મતિ, શ્રત અને અવધિ એ ત્રણ જ્ઞાનથી યુક્ત હતા. (કા.૧૨).
टीका- 'ज्ञानै'रित्यादि, ज्ञानैः पूर्वाधिगतैः-जन्मान्तरावातैरप्रतिपतितैःपुनरनावृत्तैः, ज्ञानानां पञ्चत्वादाह-मतिश्रुतावधिभिः-वक्ष्यमाणस्वरूपैः, तेषामप्येकैकस्य शुद्धितारतम्यसद्भावादाह- 'त्रिभिरपि शुद्धैर्युक्तः', नैकेन द्वाभ्यां वा, निदर्शनमाह- 'शैत्यद्युतिकान्तिभिरिवेन्दुर्युक्तः, तत्र शैत्यम्आल्हादकं द्युतिः-अतीव निर्मलता कान्ति:-मनोहरता ॥१२॥ ૧. આનાથી એ સિદ્ધ થાય છે કે તીર્થંકર થાય એ ભવથી પૂર્વના ત્રીજા ભવે તીર્થંકર નામકર્મ નિકાચિત કરે તે ભવના સમ્યકત્વને વરબોધિ કહેવાય એવું નથી કિંતુ તીર્થકરનો જીવ જયારથી સમ્યકત્વ પામે ત્યારથી જ તેમનું સમ્યકત્વ વરબોધિ કહેવાય, અર્થાત્ તીર્થકરના સમ્યકત્વને વરબોધિ કહેવાય. કારણ કે તેમનું સમ્યકત્વ તીર્થંકર નામકર્મબંધનું કારણ બને છે.