________________
સૂત્ર-૩૫ શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
૩૨૧ અજીવ એવા શબ્દનું ઉચ્ચારણ કરવામાં ધર્માસ્તિકાય આદિ અજીવ દ્રવ્ય જ જણાય છે. કારણ કે મકાર સર્વપ્રતિષેધને કહે છે અથવા પ્રકાર પર્યદાસનો આશ્રિત છે.
નોઅજીવ એવા શુદ્ધપદનું ઉચ્ચારણ કરવામાં આવે તો જીવ જ જણાય છે, અભાવ કે અન્યભાવ જણાતો નથી. અથવા અજીવના દેશ અને પ્રદેશ એ બે જણાય છે. દેશ-પ્રદેશનો અર્થ પૂર્વવત્ સમજવો. નોકાર અને મકાર એ બંનેય સર્વપ્રતિષેધવાચક છે એવા અર્થમાં “બે નગ્ન પ્રસ્તુત અર્થને જણાવે છે” એ ન્યાયથી નોઅવથી જીવ જ જણાય છે. નિો શબ્દ દેશપ્રતિષેધ વાચક છે એવા અર્થમાં અજીવના દેશ અને પ્રદેશ એ બે અર્થ છે.]
એવંભૂતની દૃષ્ટિએ જીવ આદિનો અર્થ આ પ્રમાણે પ્રસ્તુત નયસંબંધી વક્તવ્યતાને કહીને એવંભૂતનયની વક્તવ્યતાને આશ્રયીને કહે છે- “વંપૂત” રૂત્યાતિ, એવંભૂતનયથી તો જીવ” એવું ઉચ્ચારણ કરવામાં ભાવમાં રહેલો સંસારી જીવ જણાય છે. પ્રશ્ન- અહીં સિદ્ધિગતિનો ત્યાગ કેમ કરવામાં આવે છે? ઉત્તર– કારણ કે એવંભૂતનય ઔદયિકાદિ ભાવયુક્ત જીવને ઇચ્છે છે. આ નય શબ્દસંબંધી પ્રવૃત્તિનિમિત્તની અપેક્ષા રાખે છે. જે પદાર્થ જે શબ્દથી વાચ્ય હોય તે પદાર્થમાં તે શબ્દનું પ્રવૃત્તિનિમિત્ત ઘટતું હોય તો જ તે પદાર્થ તે શબ્દથી વાચ્ય બની શકે. જીવ શબ્દનું પ્રવૃત્તિનિમિત્ત જીવ છે. જે જીવે તે જીવ, જીવ ધાતુનો અર્થ પ્રાણધારણ છે. ઇન્દ્રિય વગેરે (પાંચ ઈન્દ્રિય, ત્રણ યોગ, શ્વાસોશ્વાસ અને આયુષ્ય એ દશ) પ્રાણો છે. ૧. પતા: સદાદી, સસ્તુ નિષેધા નમૂના પથુદાસ અને પ્રસય એમ બે પ્રકાર છે.
તેમાં પથુદાસન સર્વથા નિષેધ ન કરે, કિંતુ સમાનને ગ્રહણ કરે. પ્રસયન સર્વથા નિષેધ કરે. અજીવ શબ્દમાં રહેલો નમૂનો પ્રસજ્ય અર્થ કરવામાં આવે તો જીવનો સર્વથા અભાવ એવો અર્થ થાય, પર્યદાસ અર્થે કરવામાં આવે તો જીવની સમાન અન્ય પદાર્થનું ગ્રહણ થાય. જીવ સમાન અન્ય પદાર્થ અજીવ છે. અહીં પહેલા પ્રસજ્યનગુને આશ્રયીને અને પછી પર્યદાસનને આશ્રયીને અર્થ જણાવવામાં આવ્યો છે. ૨. ની નિગી પ્રવૃતાર્થ રમત: એવો ન્યાય છે.