________________
ત્ર-૩૫
૩૨૦
શ્રી તત્ત્વાધિગમસૂત્ર અધ્યાય-૧
જીવાદિ ચારનો નયની દૃષ્ટિએ અર્થ અહીં અન્ય પ્રશ્ન કરે છે- જીવ, નોજીવ, અજીવ, નોઅજીવ આવા કેવળ શુદ્ધપદનું ઉચ્ચારણ કરવામાં આવે તો નૈગમાદિ નયોમાંથી કયા નયથી ક્યો અર્થ જણાય છે? પહેલાં નયોની પ્રરૂપણા કેવળ અજીવ ઘટ પદાર્થને આશ્રયીને કરવામાં આવી છે. તેથી શંકા થાય છે કે જીવ, જીવના દેશ, સર્વપ્રતિષેધમાં નોજીવના, જીવના સર્વપ્રતિષેધમાં અજીવના અને દેશ-સર્વએ બે પ્રતિષેધથી યુક્ત નોઅજીવના વિષયમાં આ નયોની માન્યતા શી છે?
આવો પૂર્વપક્ષ થતાં આચાર્ય ઉત્તર કહે છે- “મત્રોચ્યતે” ફત્યાતિ, ઉત્તરપક્ષ આ પ્રમાણે છે
જીવ એવા શુદ્ધપદના ઉચ્ચારણથી દેશગ્રાહી નૈગમ, સંગ્રહ, વિશેષગ્રાહી વ્યવહાર, વર્તમાનગ્રાહી ઋજુસૂત્ર, સાંપ્રત અને સમભિરૂઢ, આ (એવંભૂત સિવાય) બધાય નમોવડે ભેગા થઈને નરક, તિર્યંચ, મનુષ્ય, દેવ અને સિદ્ધિગતિ એ પાંચેય ગતિમાંથી નરકાદિ કોઈ એક ગતિમાં રહેલ જીવને આશ્રયીને “આ જીવ છે” એવો બોધ થાય છે. અભાવ કે અન્યભાવ જણાતો નથી. પ્રશ્ન- શાથી?
ઉત્તર– કારણ કે આ નૈગમાદિ નવો જીવને આશ્રયીને ઔપશમિકાદિ ભાવોથી યુક્ત પદાર્થને ગ્રહણ કરવાના સ્વભાવવાળા છે. આથી સિદ્ધિગતિમાં પણ ક્ષાયિકભાવ હોવાથી પાંચ ગતિનું ગ્રહણ કર્યું છે.
નોજીવ એવા શુદ્ધપદનું ઉચ્ચારણ કરવામાં આવે તો સર્વપ્રતિષેધમાં) ધર્માસ્તિકાય આદિ અજીવ દ્રવ્ય જણાય છે અથવા (દશ પ્રતિષેધમાં) જીવના દેશ અને પ્રદેશ એ બે જણાય છે. શરીરનો મસ્તક આદિ વિભાગ દેશ છે. જેના બે વિભાગ ન થઈ શકે તેવો અંતિમ દેશ પ્રદેશ છે. કારણ કે નો શબ્દ સર્વનિષેધ અને દેશનિષેધને કહે છે.