________________
૩૧૬
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧ સૂત્ર-૩૫ પ્રિમાણના સંપ્લવના અને વ્યધિકરણના નિષેધથી એ વાત જણાવી કે એક જ સ્થાને રહેલ એક જ શેયનો વિષયનો વિવિધ પ્રમાણથી ભિન્ન ભિન્ન બોધ થાય છે.]
અગ્નિના આ બળતોદેદીપ્યમાન વગેરે) જ્ઞાનોવિરુદ્ધ જ્ઞાનો નથી. કારણ કે તે સર્વ જ્ઞાનોથી તે રીતે પદાર્થનો બોધ થાય છે. એ અનુભવથી સિદ્ધ છે. તે રીતે નયવાદો પણ વિરુદ્ધ જ્ઞાનો નથી.
અહીં તાત્પર્યાર્થ આ છે- વસ્તુ એક સ્વરૂપવાળી અને અનેક સ્વરૂપવાળી છે. (જેમકે- બધા ઘડાઓ સામાન્યથી ઘટરૂપે એક છે, એક સ્વરૂપવાળા છે. વિશેષથી તો કાળો ઘડો, લાલ ઘડો, નાનો ઘડો, મોટો ઘડો એમ ઘડા અનેક સ્વરૂપવાળા છે.) એક સ્વરૂપવાળી અને અનેક સ્વરૂપવાળી વસ્તુમાં આ સઘળો વ્યવહાર (નિવશ્વન:) સકારણ છે, અર્થાત્ અપેક્ષાવાળો છે. જુદી જુદી અપેક્ષાએ જુદો જુદો વ્યવહાર થાય છે. (ઘટસામાન્યની અપેક્ષાએ આ બધા ઘડાઓ છે એવો વ્યવહાર થાય છે. ઘટવિશેષની અપેક્ષાએ આ ઘડો લાલ છે, આ ઘડો કાળો છે, આ ઘડો નાનો છે, આ ઘડો મોટો છે એવો વ્યવહાર થાય છે.) જો વસ્તુ એકાંતે એક સ્વરૂપવાળી જ હોય તો વ્યવહાર અકારણ બની જાય, અર્થાતુ અપેક્ષા વિનાનો થઈ જાય. આથી આવો વ્યવહાર સામાન્યની અપેક્ષાએ અને વિશેષની અપેક્ષાએ થતો વ્યવહાર) ત્યાગ કરવા યોગ્ય નથી જ. જો આવા વ્યવહારનો ત્યાગ કરવામાં આવે તો પ્રત્યક્ષ આદિ જ્ઞાનોના અભેદનો પ્રસંગ આવે, અર્થાતુ બધા જ્ઞાનો એક સ્વરૂપ માનવાનો પ્રસંગ આવે અને એથી એકાંતે વ્યવહાર એક આલંબનવાળો બનવાનો પ્રસંગ આવે. તથા જો વ્યવહાર નિર્વિષય(=નિર્નિમિત્ત) એટલે નિમિત્ત વિના થતો હોય તો અતિપ્રસંગ આવે, અર્થાત્ ગમે તે કારણથી ગમે તે વ્યવહાર થાય.
વળી- જ્ઞાન પાંચ છે એવો સંખ્યા આદિનો નિયમ ઘટી શકે નહિ. આ વિષયને બીજા સ્થળે વિસ્તારથી જણાવ્યો હોવાથી અમે અહીં વિસ્તારથી જણાવવાનો પ્રયત્ન કરતા નથી. ૧. આદિ શબ્દથી પ્રત્યક્ષપ્રમાણ, પરોક્ષપ્રમાણ વગેરેનું ગ્રહણ કરવું.