________________
સૂત્ર-૩૫ શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
૩૧૫ મનોગત દ્રવ્યોને જોઇને અનુમાનથી જ મનુષ્યના વિચારોને જાણે છે. કેવળી અત્યંત વિશુદ્ધ કેવળજ્ઞાનથી જાણે છે.]
જેમ તે જ્ઞાનો વિરુદ્ધજ્ઞાન સ્વરૂપ નથી, અર્થાત મિથ્યાજ્ઞાન આદિ સ્વરૂપ નથી, તેવી રીતે આ નયવાદો પણ વિરુદ્ધજ્ઞાન નથી. પહેલાં આ વિચાર્યું જ છે.
અથવા ઈત્યાદિથી અન્ય દષ્ટાંતને કહે છે- અથવા પ્રત્યક્ષ-અનુમાનઉપમાન-આગમ એ ચાર પ્રમાણોથી એક જ અગ્નિ વગેરે પદાર્થ (જુદી જુદી રીતે) જણાય છે. જેમકે નજીકમાં રહેલ એક માણસ અગ્નિને(=આગને) બળતા, પ્રકાશમાન, તૃણથી પ્રગટેલા ઈત્યાદિ સ્વરૂપે સાક્ષાત્ જુએ છે, દૂર રહેલો બીજો માણસ તે અગ્નિને ધૂમ રૂપ હેતુને જોઇને અનુમાનથી જાણે છે. મધ્યમાં (અગ્નિથી બહુ દૂર કે બહુ નજીક નહિ એવા સ્થાને) રહેલો ત્રીજો માણસ અગ્નિને ધૂમ રહિત અને સુવર્ણ પુંજ સમ પીતવર્ણની સમાનતાથી ઉપમાન પ્રમાણ દ્વારા જાણે છે. દૂર રહેલો ચોથો માણસ આપ્ત પુરુષના કથનથી અગ્નિના ચોક્કસ બોધ વિના સામાન્ય જ અગ્નિને(=આગને) જાણે છે.
આ પ્રમાણે એક જ પદાર્થ (ભિન્ન ભિન્ન સ્વરૂપે) જણાય છે. પ્રશ્ન- બધાયને એક સરખું જ્ઞાન કેમ થતું નથી?
ઉત્તર- પ્રમાણોનો પોતપોતાનો શેયવિષય નિયત છે(=અમુક રીતે જ શેય જાણી શકાય છે). આથી બધાને એક સરખું જ્ઞાન થતું નથી.
આનાથી પ્રમાણમાં સંપ્લવનો, એટલે કે એક બીજામાં સમાવેશ થઈ જવાનો નિષેધ કર્યો છે. કારણ કે દરેક પ્રમાણથી શેયનો ભિન્ન-ભિન્ન રૂપે બોધ થાય છે એવો અનુભવ થાય છે.
તથા આનાથી વ્યધિકરણનો=ભિન્ન વિષયનો નિષેધ કર્યો છે, કારણ કે અગ્નિ આદિ એક જ વિષયમાં તે તે રીતે ભિન્ન જ્ઞાન થવાનો અનુભવ ઘટે છે.