________________
૨૫૮ શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
સૂત્ર-૩૧ શિષ્યને વિશેષ બોધ પમાડવા માટે બીજું દષ્ટાંત કહે છે- “યથા વા” રૂત્યાદિ, જેવી રીતે વાદળ રહિત આકાશમાં અત્યંત તેજસ્વી સૂર્યનો ઉદય થયે છતે સૂર્ય અત્યંત તેજસ્વી હોવાથી જ અન્ય અગ્નિ, સૂર્યકાંત-ચંદ્રકાંત વગેરે મણિ, ચંદ્ર, નક્ષત્ર અને તારા વગેરે તેજોમય વસ્તુઓનું સામર્થ્ય સૂર્યથી અંતર્ધાન (અદશ્ય) થઈ જાય છે. તેથી તે વસ્તુઓ પ્રકાશ કરવા માટે સમર્થ બનતી નથી. તે વસ્તુઓ હતપ્રભાવવાળી થઈ જવાથી બહાર રહેલી કોઈ વસ્તુને પ્રકાશિત કરતી નથી. તેવી રીતે અત્યંત તેજસ્વી કેવળજ્ઞાન રૂપ સૂર્યથી આક્રાંત કરાયેલા મતિ આદિ જ્ઞાનો સ્વવિષયનું પ્રકાશન કરવા માટે વ્યાપાર કરતા નથી.
અહીં જ “વિહુ.” ઇત્યાદિથી મતાંતરને કહે છે- બીજાઓ કહે છે કે, યુક્તિવાળા ગ્રંથોના આધારે કેવળીને મતિ આદિ જ્ઞાનો ન હોય.
તેમાં મયદ્રવ્યતા નો અર્થ પૂર્વવત્ (અ.૧ સૂ.૧૧માં જણાવ્યા પ્રમાણે) છે. મતિજ્ઞાન અપાયસદ્રવ્યની વિદ્યમાનતામાં થતું હોવાથી કેવળજ્ઞાનની વિદ્યમાનતામાં ન હોય. મતિજ્ઞાન શ્રોત્રેન્દ્રિય આદિથી ઉપલબ્ધતથા ઈહિત પદાર્થના નિશ્ચયરૂપ છે. આવું મતિજ્ઞાનકેવળજ્ઞાનની વિદ્યમાનતામાં ન હોય. મતિજ્ઞાન નહોવાથી મતિજ્ઞાનપૂર્વક થતું શ્રુતજ્ઞાન પણ ન હોય. શ્રુતજ્ઞાનનું લક્ષણ પૂર્વે (અ.૧ સૂ.૯માં) જણાવ્યું છે.
અવધિજ્ઞાન અને મન:પર્યાયજ્ઞાન નિયમ રૂપી દ્રવ્યોને જાણે છે. આથી આ બે જ્ઞાન પણ ન હોય. કેમકે કેવળજ્ઞાન સઘળી વસ્તુઓને જાણે છે. તેથી ક્ષાયિકજ્ઞાનવાળા કેવળીને આ બધા ય જ્ઞાનો ન હોય.
આ વિષે બીજી યુક્તિનો ઉલ્લેખ કરતા ભાષ્યકાર કહે છે“શ્ચિા” રૂત્યાદિ, વળી અહીં આ પ્રસિદ્ધ છે કે મતિજ્ઞાનથી પ્રારંભી મનઃપર્યાયજ્ઞાન સુધીના ચાર જ્ઞાનોમાં ક્રમથી ઉપયોગ થાય છે, એક જ કાળમાં એકી સાથે ઉપયોગ ન થાય. ઉપયોગ એટલે પોતાના વિષયને જાણવાનો વ્યાપાર. કેમકે મતિ આદિ કોઈ એકમાં ઉપયોગવાળાને તે