________________
સૂત્ર-૩૧
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
પ્રશ્ન— શ્રુતજ્ઞાન પણ એકલું કેમ ન હોય ?
જ
ઉત્તર– શ્રુતગ્રંથોના અનુસારે જેનો ઉપયોગ થાય છે તેવું શ્રુતજ્ઞાન અવશ્ય મતિજ્ઞાનની સાથે જ હોય છે. કારણ કે શ્રુતજ્ઞાન મતિજ્ઞાનપૂર્વક જ હોય છે. આ જ વિષયને યસ્ય ફત્યાદ્રિ થી સ્પષ્ટ કરે છે. જે જીવને શ્રુતાનુસારી શ્રુતજ્ઞાન છે તેને અવશ્ય યથોક્તલક્ષણવાળું મતિજ્ઞાન હોય. જે જીવને નિસર્ગ સમ્યગ્દર્શનકાળે અક્ષરશ્રુત પ્રાપ્ત થયું નથી તે જીવ જો પછીથી શ્રુતગ્રંથાનુસારી શ્રુતજ્ઞાન ભણે તો શ્રુતજ્ઞાન હોય, ન ભણે તો ન હોય. આથી મતિજ્ઞાન એકલું હોય એમ કહ્યું છે.
કેવળજ્ઞાનની વિદ્યમાનતામાં અન્ય જ્ઞાનોની સત્તા અંગે મતાંતરો
શંકા— સર્વ શેયના ગ્રાહક કેવલજ્ઞાનનો 'પૂર્વના મતિજ્ઞાન આદિ ચાર જ્ઞાનોની સાથે અવસ્થાન છે કે નહિ ? અથવા તો કેવળજ્ઞાન હોય ત્યારે અન્ય ચાર જ્ઞાનનો અભાવ જ હોય છે ?
૨૫૭
સમાધાન– આમાં વિવાદ છે. સરળમતિવાળા કોઇ આચાર્યો કહે છે કે, અન્ય જ્ઞાનોનો અભાવ થતો નથી. કેમકે જે સત્ હોય તેનું સર્વથા અસત્ત્વ ન થઇ જાય, અર્થાત્ સત્ સર્વથા અસત્ ન બને. જો સત્ સર્વથા અસત્ થાય તો સત્ સ્વરૂપ સુખાદિના પણ અભાવનો પ્રસંગ આવે. કેવળજ્ઞાન હોય ત્યારે ચાર જ્ઞાન હોય ખરા, પણ અભિભૂત= હતપ્રભાવવાળા થઈ જતા હોવાથી પોતાનું કાર્ય ક૨વા સમર્થ બનતા નથી. કેવળીભગવંતની ચક્ષુ આદિ ઇન્દ્રિયો પોતાનું કાર્ય કરવા સમર્થ બનતી નથી. કેમકે કેવળજ્ઞાનથી જ બધી જ રીતે ઇન્દ્રિયોના વિષયો દેખાય છે. તેવી રીતે અન્ય ચાર જ્ઞાન પણ કેવળજ્ઞાનની વિદ્યમાનતામાં પોતાનું કાર્ય કરવા સમર્થ બનતા નથી.
૧. ભાષ્યના પૂર્વે:-પદનો અર્થ આ પ્રમાણે છે- પૂર્વે:=પૂર્વાલાê:=કેવળજ્ઞાનની પૂર્વકાળમાં પ્રાપ્ત થનારા અથવા પૂર્વસન્નિવેશિમિ†=ક્રમમાં કેવળજ્ઞાનની પૂર્વે જેમનો ઉલ્લેખ કરવામાં આવે છે તેવા મંતિ-શ્રુત-અવધિ-મનઃપર્યાયજ્ઞાન.