________________
સૂત્ર-૩૦ શ્રી તત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
૨૪૯ કેવળજ્ઞાનનો વિષય સર્વદ્રવ્યોમાં અને સર્વપર્યાયોમાં કેવી રીતે છે એવા પ્રશ્નના ઉત્તરને “દ્ધિ રૂત્યાતિ થી કહે છે. કારણ કે કેવળજ્ઞાન ભૂતકાળના, વર્તમાનકાળના અને ભવિષ્યકાળના એમ ત્રણે કાળના ભાવોનું ગ્રાહક છે. સર્વશબ્દથી ઉપચારથી લોક જ ન સમજાય એથી કહે છે- “મન્નતાનો વિષય” ધર્માસ્તિકાય આદિથી યુક્ત, સ્વપર પર્યાયોથી યુક્ત સંપૂર્ણ લોક અને ધર્માસ્તિકાય આદિથી રહિત અલોક કેવળજ્ઞાનનો વિષય છે. કેવળજ્ઞાનની સર્વજ્ઞાનમાં ઉત્કૃષ્ટતાને કહે છેનાત:૫૪ જ્ઞાનતિ કેવળજ્ઞાનથી શ્રેષ્ઠ અન્ય કોઈ જ્ઞાન નથી. તો પછી કેવળજ્ઞાનથી અપ્રકાશિત બીજું શેય હશે એવી આશંકા કરીને કહે છે
” રૂત્યાતિ, કેવળજ્ઞાનનો વિષય ન હોય તેવી દુર્રીય અને સૂક્ષ્મ બીજી કોઈ વસ્તુ નથી. જેમકે છ અસ્તિકાય નથી. કેમકે કેવલજ્ઞાનનો વિષય ન હોય તેવા અન્ય કોઈ પદાર્થો ન હોવાથી પાંચ જ અસ્તિકાયની પ્રતીતિ થાય છે.
કેવળજ્ઞાનના પર્યાય શબ્દોને કહે છે- કેવળ, પરિપૂર્ણ, સમગ્ર, અસાધારણ, નિરપેક્ષ, વિશુદ્ધ, સર્વભાવશાપક, લોકાલોકવિષય, નિરાવરણ અને અનંતપર્યાય આ બધા શબ્દો કેવળજ્ઞાનના એકાર્થક છે.
કેવળ– કેવળ એટલે એક. કેવળજ્ઞાન એકલું જ હોય છે. કેમ કે કેવળજ્ઞાનની વિદ્યમાનતામાં અન્ય કોઈ જ્ઞાનનો સંબંધ હોતો નથી.
પરિપૂર્ણ– કેવળજ્ઞાન બધી રીતે સંપૂર્ણ છે. કેમકે ખંડશઃ હોતું નથી, અર્થાત પહેલાંથી જ સંપૂર્ણ જ ઉત્પન્ન થાય છે. પહેલાં થોડું ઉત્પન્ન થાય, પછી વધતું જાય, અને અંતે સંપૂર્ણ થાય એમ ખંડશ વધતું વધતું સંપૂર્ણ થતું નથી.
સમગ્ર- અન્યજ્ઞાનોથી અધિક છે. સર્વ વિષયોને ગ્રહણ કરવાવાળું હોવાથી કેવળજ્ઞાન સમગ્ર છે.
અસાધારણ– ક્ષાયિક હોવાથી મતિજ્ઞાન આદિ જ્ઞાનોની તુલ્ય ન હોવાથી કેવળજ્ઞાન અસાધારણ છે.