________________
સૂત્ર-૨૬
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
૨૩૯
विषयनिबन्धो भवति, गोचरव्यवस्थेत्यर्थः, नैवं मनः पर्यायस्येति एतदाह - ' तदनन्तभागे मनःपर्यायस्ये 'ति तेषाम् - अवधिज्ञानज्ञानिज्ञातानां द्रव्याणामनन्तभागे मनोवर्गणासम्बन्धिनि मन: पर्यायज्ञानस्य विषयनिबन्ध इति । एवमतीन्द्रियत्वाविशेषेऽप्यवधिमनःपर्याययोर्विशेष इति । (૧-૨૬)
અવધિ અને મન:પર્યાયમાં વિશુદ્ધિ આદિથી ભેદ ટીકાર્થ અવધિજ્ઞાન અને મન:પર્યાયજ્ઞાનમાં વિશુદ્ધિ આદિથી કરાયેલો ભેદ છે. આ પ્રમાણે સૂત્રનો સમુદિત અર્થ છે. અવયવાર્થને વિશુદ્ધિત ઇત્યાદિથી ભાષ્યકાર કહે છે- વિશુદ્ધિની અપેક્ષાએ કરાયેલો ભેદ વિશુદ્ધિકૃત છે. એ રીતે ક્ષેત્રની અપેક્ષાએ કરાયેલો ભેદ ક્ષેત્રકૃત છે. એ પ્રમાણે સ્વામી અને વિષયમાં પણ યોજના કરવી.
વિશુદ્ધિ અવધિજ્ઞાનથી મનઃપર્યાયજ્ઞાન અધિક વિશુદ્ધ છે. રૂપ, રસ, ગંધ, સ્પર્શ, શબ્દવાળા એ ગુણ સ્વરૂપ જેટલા દ્રવ્યોને અવધિજ્ઞાની અવધિજ્ઞાનથી જાણે છે અને જુએ છે, અધિજ્ઞાનથી જણાયેલાં દ્રવ્યોમાંથી જેટલાં દ્રવ્યો મન:પર્યાયજ્ઞાનીની વિષયભૂમિને પ્રાપ્ત કરે છે, અર્થાત્ ચિંતનમાં ઉપયોગી બને છે, એટલે કે મનદ્વારા ચિંતવાય છે તે દ્રવ્યોને મનઃપર્યાયજ્ઞાની અધિક વિશુદ્ધ જુએ છે, અર્થાત્ અધિક પર્યાયોને જાણે છે. મનદ્વારા જે દ્રવ્યો ચિંતવાતા નથી તે મનોદ્રવ્યોને સાક્ષાત્ ન જાણે. ચિંતવાઇ રહેલાં મનોદ્રવ્યોને સાક્ષાત્ જાણે છે.
ક્ષેત્ર– વિજ્ઞાન્યજ્ કૃતિ, અવધિ-મન:પર્યાયમાં ક્ષેત્રકૃત ભેદ પણ છે. ક્ષેત્રકૃત ભેદને વિચારે છે- “અવધિજ્ઞાનમકૂલ” ત્યાદિ, અંકુલના અસંખ્યભાગ કરીને તેમાંના એક અસંખ્યભાગ જેટલા ક્ષેત્રમાં જેટલા રૂપીદ્રવ્યો રહે એને અવધિજ્ઞાન જઘન્યથી જાણે છે, અર્થાત્ અવધિજ્ઞાનનો જઘન્ય વિષય અંગુલના અસંખ્યાતમા ભાગ જેટલા ક્ષેત્રમાં રહેલા રૂપી દ્રવ્યો છે. અવધિજ્ઞાનથી સર્વથી અલ્પદ્રવ્યોને જે જુએ છે, તે જ વધતા અવધિજ્ઞાનથી ઘણા અને અધિક ઘણા દ્રવ્યોને જાણે છે, યાવત્ શુભાષ્યવસાયવિશેષથી સર્વલોકમાં રહેલા દ્રવ્યોને જુએ છે. પણ