________________
૨૩૨ શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
સૂત્ર-૨૪ त्वाद् विपुलमतिमनःपर्यायज्ञानमिति, चशब्दः स्वगतानेकभेदसमुच्चयार्थः //૬-૨૪
મન:પર્યાયજ્ઞાનના બે ભેદો ટીકાર્થ— વિષયના ભેદથી ઋજુમતિ અને વિપુલમતિ એ બે જ્ઞાનભેદો મન:પર્યાયજ્ઞાન કહેવાય છે. આ પ્રમાણે સૂત્રનો સમુદિત અર્થ છે. અવયવાર્થને ભાષ્યકાર મન:પર્યાય ઈત્યાદિથી કહે છે- જ્ઞાનનો અધિકાર હોવાથી જ મન:પર્યાયજ્ઞાન છે એમ સમજી શકાય છે. મન:પર્યાય જ્ઞાનનો શબ્દાર્થ પૂર્વે (પહેલાં અધ્યાયના ૯મા સૂત્રમાં) જણાવ્યો છે. બે પ્રકારને જણાવે છે- મન:પર્યાયજ્ઞાનના ઋજુમતિમનઃપર્યાયજ્ઞાન અને વિપુલમતિમન:પર્યાયજ્ઞાન એમ બે ભેદ છે. રક્ત, શ્યામ આદિ વિશેષતા વિના સામાન્યથી ઘટાદિ ચિંતિત દ્રવ્યોનું જ્ઞાન થતું હોવાથી ઋજુમતિ છે, અર્થાત્ ચિંતવાતા મનોદ્રવ્યના (સામાન્ય) પર્યાયોનું જ્ઞાન થતું હોવાથી ઋજુમતિમનઃ પર્યાય કહેવાય છે. રક્ત-શ્યામ આદિ વિશેષતા સહિત ઘટાદિ ચિંતિત દ્રવ્યોનું જ્ઞાન થતું હોવાથી વિપુલમતિ છે, અર્થાત્ ચિંતવાતા મનોદ્રવ્યના વિશિષ્ટ પર્યાયોનું જ્ઞાન થતું હોવાથી વિપુલમતિમન:પર્યાય કહેવાય છે.
= શબ્દ સ્વગત(=ઋજુમતિ-વિપુલમતિમાં રહેલા) અનેક ભેદોનો સંગ્રહ કરવા માટે છે, અર્થાત્ વ શબ્દના ઉલ્લેખથી ઋજુમતિના અને વિપુલમતિના અનેક ભેદો છે એમ જણાવે છે.
[મન:પર્યાયજ્ઞાનથી મનના પર્યાયો-વિચારો જ પ્રત્યક્ષ દેખાય છે, વિચારણીય વસ્તુ નહિ. જેના સંબંધી વિચાર કરવામાં આવે એ વસ્તુ અનુમાનથી જણાય છે. મન જ્યારે વિચાર કરે છે ત્યારે વિચારણીય વસ્તુ પ્રમાણે મનોવર્ગણાના પુદ્ગલોના જુદા જુદા આકારો ગોઠવાય છે. આ આકારો એ જ મનના પર્યાયો કે વિચારો છે. મન:પર્યાયજ્ઞાની એ વિચારોને પ્રત્યક્ષ દેખે છે, પછી એ આકારોથી અનુમાન કરી લે છે કે