________________
સૂત્ર-૨૩ શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
૨૨૧ क्रमशः संक्षिप्यमाणं प्रतिपतति आ अङ्गलासङ्ख्येयभागात् प्रतिपतत्येव वा परिच्छिन्नेन्धनोपादानसन्तत्यग्निशिखावत् ।। वर्धमानकं यदङ्गलस्यासङ्ख्येयभागादिषूत्पन्नं वर्धते आ सर्वलोकात् । अधरोत्तरारणिनिर्मथनोत्पन्नोपात्तशुष्कोपचीयमानाधीयमानेन्धनराश्यग्निवत् ॥ अनवस्थितं हीयते वर्धते च वर्धते हीयते च । प्रतिपतति चोत्पद्यते चेति पुनः पुनरूमिवत् ॥ अवस्थितं यावति क्षेत्रे उत्पन्नं भवति ततो न प्रतिपतत्याकेवलप्राप्तेः आभवक्षयाद्वा जात्यन्तरस्थायि वा भवति लिङ्गवत्॥१-२३।।
બાકીના જીવોને છ વિકલ્પવાળું અવધિજ્ઞાન હોય છે ભાષ્યાર્થ– શેષ જીવોને યથોક્ત નિમિત્તવાળું ક્ષયોપશમનિમિત્તવાળું અવધિજ્ઞાન હોય છે. આ અવધિજ્ઞાન છ પ્રકારનું છે. શેષ જીવોને એટલે નારક અને દેવો સિવાયના તિર્યંચયોનિમાં ઉત્પન્ન થનારા અને મનુષ્યોને અવધિજ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી અવધિજ્ઞાન છ પ્રકારનું છે. તે આ પ્રમાણે- અનાનુગામિક, આનુગામિક, હીયમાન, વર્ધમાન, અનવસ્થિત અને અવસ્થિત.
અનાનુગામિક– જે ક્ષેત્રમાં રહેલાને અવધિજ્ઞાન ઉત્પન્ન થયું હોય ત્યાંથી બીજે સ્થળે જનારને જતું રહે. જેવી રીતે કોઈ નૈમિત્તિક કોઈક દેવસ્થાનમાં નિમિત્તને બરોબર કહેવા માટે સમર્થ થાય છે, બધા સ્થળે નહિ. તેવી રીતે અનાનુગામિક અવધિ બીજા સ્થળે જનારનું જતું રહે છે.
આનુગામિક– જે ક્ષેત્રમાં રહેલાને અવધિજ્ઞાન ઉત્પન્ન થયું હોય તે ક્ષેત્રથી અન્ય ક્ષેત્રમાં ગયેલાનું પણ અવધિજ્ઞાન સૂર્યના પ્રકાશની જેમ અને ઘડાના લાલ રંગની જેમ જતું ન રહે.
હીયમાનક– અસંખ્ય દ્વીપ-સમુદ્રોમાં (રત્નપ્રભા વગેરે) પૃથ્વીઓમાં અને વિમાનોમાં તિર્જી, ઉપર અને નીચે ઉત્પન્ન થયેલું જે અવધિજ્ઞાન ક્રમશઃ સંક્ષિપ્ત થતું જાય અને અંતે અંગુલના અસંખ્યાતમા ભાગ જેટલું રહે અથવા સર્વથા નાશ પણ પામે. જેમ અગ્નિમાં ઇંધનરૂપ ઉપાદાન સતત નાખવાનું બંધ થઈ જાય તો અગ્નિજવાળાઓ ક્રમશઃ ઘટતી જાય અને અંતે સર્વથા નાશ પણ પામે તેમ.