________________
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧ ટીકાર્થ– “
સર્જનશુદ્ધ યોગાનં વિરતિમેવ વાતોતિ” ફત્યાદિ, સમ્યગ્દર્શન તે આગળ કહેવાશે તેવા શુદ્ધ આત્મપરિણામ સ્વરૂપ છે. શુદ્ધ એટલે કદાગ્રહરૂપ મલના અભાવથી યથા અવસ્થિત વિષયનો નિર્ણય કરનારું. યઃ એવો પ્રયોગ ભવમાં રહેલા જીવોને ઉદ્દેશીને છે. જ્ઞાન પાંચ પ્રકારનું છે તે આગળ કહેવાશે. તે પાંચ જ્ઞાનમાં અહીં પહેલા (મતિશ્રુત-અવધિ) એ ત્રણ જ્ઞાનનો અધિકાર છે. તે ત્રણ જ્ઞાન શુદ્ધ હોય તો પણ મિથ્યાષ્ટિને અજ્ઞાન સંજ્ઞાવાળા હોય છે, અર્થાત્ અજ્ઞાન સ્વરૂપ હોય છે. પછીના બે જ્ઞાન તો સમ્યગ્દર્શનથી શુદ્ધ જ હોય છે કારણ કે તે બે જ્ઞાન મિથ્યાષ્ટિને હોતા નથી.
વિરતિ સામાયિક વગેરે પાંચ પ્રકારની હોય છે અને તે આગળ કહેવાશે. તેમાં પણ અહીં પ્રથમની ત્રણ વિરતિનો અધિકાર છે. કારણ કે પછીની બે વિરતિ જન્મના દુઃખનું કારણ બનતી નથી. શુદ્ધ વિરતિને જ જે પામે છે. અહીં કારણના કારણથી વિરતિ શુદ્ધ છે, અર્થાત સમ્યગ્દર્શનથી જ્ઞાન શુદ્ધ છે અને શુદ્ધ જ્ઞાનથી વિરતિ શુદ્ધ છે. આગળ (અ.૭ સૂ.૧ ના ભાષ્યમાં) કહેશે કે “જાણીને સ્વીકારીને કરવું તે વિરતિ છે.”
“નિમિત્તપીવું તેને સુબ્ધ મવતિ ન” રૂત્યાતિ, જે દુઃખને કરે(=પીડા ઉપજાવે) તે દુઃખ, અર્થાત્ પરિતાપને ઉત્પન્ન કરે તે દુઃખ. તે દુઃખ શરીરાદિનું છે અથવા સંસાર એ જ દુઃખરૂપ છે, દુઃખનું નિમિત્ત તે દુઃખનિમિત્ત. જન્મ દુઃખનું કારણ છે. કારણ કે જન્મ થયે છતે રોગ અને શોક થાય છે અને સંસારને લાવનારા ક્લિષ્ટ કર્મો થાય છે(=ક્લિષ્ટ કર્મો બંધાય છે) જન્મ અવિરાધનાથી અલ્પભવ માટે દુઃખનું નિમિત્ત છે એ વાત તો દૂર રહી કિંતુ તેવા પ્રકારની વિરાધનાથી દીર્ઘ (મોટી) સ્થિતિવાળા ભવોનો અનુબંધ કરાવવાના કારણે જન્મ દુઃખનું નિમિત્ત છે. “” એવા પ્રયોગથી પ્રત્યક્ષ મનુષ્ય જન્મને બતાવે છે. કારણ કે બીજા ભવોમાં સર્વવિરતિનો અભાવ છે. નારક-તિર્યંચ અને દેવોમાં અનુક્રમે અતિશય દુઃખ, મોહ અને ભોગની પ્રાપ્તિ થાય છે. “તેર” એ