________________
સૂત્ર-૨૦
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
૧૯૯
ગણધરો પછી થયેલા અત્યંત વિશુદ્ધ આગમવાળા પરમ ઉત્કૃષ્ટ વાણીવાળા અને પરમ ઉત્કૃષ્ટ મતિવાળા તથા પરમ ઉત્કૃષ્ટ શક્તિવાળા એવા આચાર્યોથી કાળ, સંહનન અને આયુષ્યના દોષથી અલ્પશક્તિવાળા શિષ્યોના અનુગ્રહ માટે જે કહેવાયું છે તે અંગબાહ્ય છે. સર્વજ્ઞપ્રણીત હોવાથી અને જ્ઞેય અનંત હોવાથી શ્રુતજ્ઞાન, મતિજ્ઞાનથી મહાવિષયવાળું છે. તે (શ્રુતજ્ઞાન) મહાવિષયવાળું હોવાથી તે તે અર્થોનો અધિકા૨ કરીને પ્રકરણની સમાપ્તિની અપેક્ષાએ અંગ અને ઉપાંગ એમ જુદાપણું છે.
વળી બીજું-સુખપૂર્વક ગ્રહણ કરી શકે, સુખપૂર્વક ધારણ કરી શકે, સુખપૂર્વક જાણી શકે, સુખપૂર્વક નિર્ણય કરી શકે અને યથાકાળ પ્રતિલેખનાદિ ક્રિયા કરી શકે તે માટે અંગોપાંગનો ભેદ છે. અંગ અને ઉપાંગ એવા બે ભેદ ન કરવામાં આવે તો સમુદ્રને તરવાની જેમ દુ:ખથી જાણી શકાય. આનાથી પૂર્વે, વસ્તુઓ, પ્રાભૂતો, પ્રામૃત-પ્રાભૂતો અને અધ્યયનના ઉદ્દેશાઓનું વ્યાખ્યાન કર્યું.
પ્રશ્ન— મતિ અને શ્રુતજ્ઞાનનો વિષય સર્વદ્રવ્યો અને અસર્વપર્યાયો (કેટલાક પર્યાયો) સમાન છે એમ (અ.૧ સૂ.૨૭માં) કહેશે તેથી તે બંને એક જ હો ભેદ શા માટે કરાય છે ?
ઉત્તર– મતિજ્ઞાન વર્તમાનકાળના વિષયવાળું છે અને શ્રુતજ્ઞાન તો ત્રણેય કાળના વિષયવાળું છે અને અધિક વિશુદ્ધ છે એમ પૂર્વે કહેવાઇ ગયું છે. વળી બીજું મતિજ્ઞાન ઇન્દ્રિય અને અનિન્દ્રિયના નિમિત્તવાળું છે. આત્મા જાણવાના સ્વભાવવાળો હોવાથી મતિજ્ઞાન પારિણામિક છે. શ્રુતજ્ઞાન તો મતિજ્ઞાનપૂર્વક આપ્તના ઉપદેશથી થાય છે. (૧-૨૦)
',
टीका- 'श्रुतज्ञान' मित्यादिना श्रुतमिति विवृणोति - श्रुतज्ञानमिति, श्रुतिः श्रुतमितिकृत्वा, श्रोत्रादिनिमित्तं शब्दार्थज्ञानमित्यर्थः श्रूयत इति श्रुतं - शब्दात्मकमुपचाराद् ज्ञानहेतुत्वात् श्रुतमुच्यते, मतिपूर्वमिति व्याचष्टे - 'मतिज्ञानपूर्वकं भवती'ति मतिज्ञानम् - अनन्तरोदितं कारणं यस्य तत्तथा, आह- युगपदेव मतिश्रुतयोर्लब्धिः, तत्कथं मतिपूर्वकत्वमस्य ?, उच्यते,