________________
૧૯૫
સૂત્ર-૧૯
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
ચલુ-મન અપ્રાપ્યકારી છે ઉપકરણેન્દ્રિય રૂપ આંખની અને માનસિક ઓવજ્ઞાનરૂપનોઇન્દ્રિયની સાથે વ્યંજનાવગ્રહ થતો નથી. અહીં ભાવ આ છે- રૂપાકારે પરિણમેલા પુદ્ગલો અને વિચારાતા વસ્તુવિશેષો(=વિવિધ વસ્તુઓ) ચક્ષુ અને મનની સાથે એકમેક રૂપ સંબંધ પામીને વિજ્ઞાન ઉત્પન્ન કરતા નથી, કિંતુ યોગ્ય સ્થાને રહેલા જ પુદ્ગલો (શરીરમાં જ રહેલ) ચક્ષુ દ્વારા ગ્રહણ કરાય છે, તથા મનની એકાગ્રતાની સહાયથી મન દ્વારા ચિંતવાય છે. જો એકમેક રૂપ સંબંધ માનવામાં આવે તો ચક્ષુથી (ચક્ષુમાં આંજેલા) અંજન આદિનું ગ્રહણ થવું જોઇએ, પણ ગ્રહણ થતું નથી. અથવા પદાર્થથી કરાયેલા અનુગ્રહ(=ઉપકાર) ઉપઘાત(=અપકાર) અવશ્ય થવા જોઇએ. જેમકે- ચંદ્ર આદિ શીતલ પદાર્થોને જોવાથી નેત્રોમાં
જ્યોતિની વૃદ્ધિ અને અગ્નિ આદિને જોવાથી નેત્રોની જ્યોતિની હાનિ થવી જોઇએ, પણ થતી નથી.
જો એમ કહેવામાં આવે કે નેત્રોમાંથી કિરણો નીકળીને વસ્તુની સાથે સાક્ષાત્ સંબંધ કરે છે અને મન બહાર નીકળીને પદાર્થની સાથે સાક્ષાત્ સંબંધ કરે છે, તો તે અયુક્ત છે. આ બંને મુદ્દાઓનું અન્યસ્થળે નિરાકરણ કરવામાં આવ્યું છે. આથી અહીં કહેવામાં આવતું નથી. આથી ચક્ષુથી અને મનથી વ્યંજનાવગ્રહ થતો નથી. શેષ ચાર ઇન્દ્રિયોથી વ્યંજનાવગ્રહ થાય છે એમ કહે છે- “વતુ” રૂત્યાતિ, આ સૂત્રમાં જેનું કથન કર્યું છે તે સિવાયની સ્પર્શન, રસન, ઘાણ અને શ્રોત્ર એ ચાર ઇન્દ્રિયોથી વ્યંજનાવગ્રહ થાય છે. અહીં “ચાર ઇન્દ્રિયોથી” એમ સંખ્યાને સ્વીકારીને અધિક ઈન્દ્રિયોનો નિષેધ કર્યો છે.
મતિજ્ઞાનના ૩૩૬ ભેદો ઉપસંહાર કરતા ભાષ્યકાર કહે છે- “વ” રૂત્યાતિ, લક્ષણ અને પ્રકારોથી મતિજ્ઞાનનું જે આ નિરૂપણ કર્યું તેને એકત્ર કરીને મતિજ્ઞાનના ભેદોને કહે છે- “વિધ” રૂત્યાદિ, મતિજ્ઞાન ઇન્દ્રિયનિમિત્તક અને