________________
૧૬૪
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
સૂત્ર-૧૨ આ સ્વમતિથી કહ્યું નથી એથી સૂત્રકારના મતનો ઉલ્લેખ કરતા ભાષ્યકાર કહે છે–
મિથ્યાદિષ્ટ રૂલ્યાદ્ધિ, મિથ્યાદષ્ટિ જીવના મતિ-શ્રુત-અવધિ એ ત્રણે પણ નિશ્ચિત રૂપે અજ્ઞાન જ છે. એમ ગ્રંથકાર આગળ કહેશે. અહીં અજ્ઞાન એટલે જ્ઞાનનો અભાવ નહિ, કિંતુ કુત્સિત(=અહિતકર) જ્ઞાન. અજ્ઞાન પ્રમાણ રૂપ ન ગણાય એ પ્રસિદ્ધ જ છે.
પ્રશ્ન- જો અનુમાન વગેરે પ્રમાણો જ નથી તો પછી અનુમાન વગેરેનો મતિ-શ્રુતમાં અંતર્ભાવ થઈ જાય છે એમ કેમ કહ્યું?
ઉત્તર– નયવાદના ભેદથી જ મતિ-શ્રુતના જે રીતે ભેદો ઉત્પન્ન થાય છે તે રીતે આગળ (૩૫મા સૂત્રમાં) નય વિચારણામાં કહીશું. નયવાદ એટલે નૈગમ વગેરે નયોનું સ્વાભિપ્રેત અર્થનું પ્રકાશન કરવું.
અથવા શબ્દનયની દૃષ્ટિથી મિથ્યાદષ્ટિ અજ્ઞાની નથી તે આગળ (૩૫મા સૂત્રમાં) કહેશે. શબ્દનયના મતથી તો આ અનુમાન વગેરે પ્રમાણ છે. (૧-૧૨)
भाष्यावतरणिका- अत्राह- उक्तं भवता मत्यादीनि ज्ञानानि उद्दिश्य तानि विधानतो लक्षणतश्च पुरस्ताद् विस्तरेण वक्ष्याम इति । तदुच्यतामिति । अत्रोच्यते
ભાષ્યાવતરણિકાર્થ– પ્રશ્ન– આપે મતિ આદિ જ્ઞાનનો ઉદ્દેશ કરીને કહ્યું હતું કે- પ્રકાર અને લક્ષણ જણાવવાપૂર્વક તે જ્ઞાનોને વિસ્તારથી આગળ કહીશું. તો તે જ્ઞાનને કહો. ઉત્તર– કહેવાય છે– टीकावतरणिका- सूत्रान्तरसम्बन्धाभिधित्सयाऽऽह 'अत्राहे'त्यादि, अत्र इत्येतस्मिन् ज्ञानपञ्चके कथिते सामान्येन प्रमाणद्वये च प्रत्यक्षपरोक्षरूपे विहिते परोऽवोचत्-'उक्तं' प्रतिपादितं त्वया, किमिति तद् ?, उच्यतेमत्यादीनि पञ्च ज्ञानानि-मतिश्रुतावधिमनःपर्यायकेवलानि, एवमुद्दिश्य