________________
સૂત્ર-૧૨ શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
૧૫૯ ભાષ્યાર્થ–મતિ-શ્રુતથી જે અન્ય ત્રણ પ્રકારનું જ્ઞાન તે પ્રત્યક્ષ પ્રમાણ રૂપ છે. પ્રશ્નશાથી પ્રત્યક્ષ પ્રમાણ રૂપ છે?
ઉત્તર– ઇન્દ્રિયોની અપેક્ષા વિના થતું હોવાથી પ્રત્યક્ષ પ્રમાણરૂપ છે. જેમનાથી પદાર્થોને સારી રીતે જાણી શકાય તે પ્રમાણો છે.
પ્રશ્ન- અહીં પ્રત્યક્ષ અને પરોક્ષ એ બે જ પ્રમાણો છે એમ અવધારણ કર્યું છે. પરંતુ કેટલાક અનુમાન, ઉપમાન, આગમ, અર્થપત્તિ, સંભવ અને અભાવ એ પ્રમાણો પણ છે એમ માને છે તેથી આમાં સત્ય શું છે?
ઉત્તર–આ બધા પ્રમાણોનો મતિ-શ્રુતમાં સમાવેશ થઈ જાય છે. કેમકે એ બધા પ્રમાણો ઇન્દ્રિય અને પદાર્થોના સંબંધ રૂપ નિમિત્તથી થનારા છે. અથવા તો અનુમાન વગેરે અપ્રમાણો જ છે પ્રમાણ રૂપ નથી. પ્રશ્ન- શાથી?
ઉત્તર- મિથ્યાદર્શનોએ આ પ્રમાણોને સ્વીકાર્યા હોવાથી અને વિપરીત ઉપદેશ રૂપ હોવાથી પ્રમાણ રૂપ નથી. મિથ્યાષ્ટિના મતિ-શ્રુત-અવધિ જ્ઞાન અવશ્ય અજ્ઞાન જ છે એમ આગળ (અ.૧ સૂ.૩૨માં) કહેવાશે. અન્ય નયવાદથી તો મતિ-શ્રુત-અવધિ વિકલ્પથી જે રીતે જ્ઞાન રૂપ થાય છે તે રીતે આગળ (અ.૧ સૂ.૩૫ના ભાષ્યમાં) કહીશું. (૧-૧૨).
टीका- उक्तलक्षणज्ञानद्वयाद् यदन्यद् ज्ञानत्रयं तत् प्रत्यक्षमिति सूत्रसमुदायार्थः । एतदेवाह भाष्यकारः-'मतिश्रुताभ्या'मिति मतिज्ञानश्रुतज्ञानाभ्यां यदन्यत् प्रागुद्दिष्टे ज्ञानपञ्चकेऽवशिष्यते त्रिविधं ज्ञानम् अवध्यादि तत् त्रिविधमिति प्रत्यक्षप्रमाणं भवति, प्रमाणमनूद्य प्रत्यक्षं भवतीत्येतद्विधीयत इति, एवं शब्दार्थेनैव तत्त्वतः प्रतिपादितमपि प्रत्यक्षं सम्यगनवगच्छन्नाह चोदक:-'कुत' इति कस्मात् प्रत्यक्षं प्रमाणं भवति ?, गुरुरपि तदेव स्पष्टयन्नाह-'अतीन्द्रियत्वादिति, अतिक्रान्तमिन्द्रियाणामतीन्द्रियं ज्ञानं तद्भावोऽतीन्द्रियत्वं तस्मादिति, यत् प्राणिनां