________________
સૂત્ર-૧૧
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
૧૫૭
આ મતિજ્ઞાન સદ્રવ્યથી રહિત હોય એવા પણ શ્રેણિક વગેરે સમ્યગ્દષ્ટિ જીવોને હોય છે, તો પણ સદ્રવ્યોથી યુક્ત જીવો ઘણા હોય છે. એથી અહીં ‘અપાયસદ્રવ્યથી' એમ સામાન્યથી (બહુલતાની અપેક્ષાએ) કહ્યું છે. પ્રાસંગિક વર્ણન આટલું પર્યાપ્ત છે.
શ્રુતજ્ઞાનના પરોક્ષત્વમાં વિશેષ કારણને કહે છે- તપૂર્વાપરોપવેશપત્લાન્ન મતિજ્ઞાનપૂર્વક હોવાથી અને તીર્થંકર આદિ અન્યના ઉપદેશથી થતું હોવાથી શ્રુતજ્ઞાન પરોક્ષ છે.
આનાથી મતિ-શ્રુત એ બંનેને ઘણા નિમિત્તોની અપેક્ષા રહે છે એમ જણાવે છે. તથા કોઇક જીવના મનમાં પોતાની મેળે જ મતિ-શ્રુતજ્ઞાન થાય છે. જેમકે પ્રત્યેકબુદ્ધ વગેરેને, કોઇક જીવને પરોપદેશ રૂપ અધિક નિમિત્તની અપેક્ષા રહે છે. જેમકે આપણા જેવા લોકો વગેરેને. આ પ્રમાણે શ્રુતજ્ઞાનમાં ઘણા નિમિત્તોની અપેક્ષા રહે છે.
મતિ-શ્રુતનું આગમોક્ત પ્રત્યક્ષત્વ વ્યવહારથી છે
પૂર્વપક્ષ– ઇન્દ્રિય-મન રૂપ નિમિત્તથી થતું જ્ઞાન પરોક્ષ છે એવું આપનું કથન આગમથી વિરુદ્ધ છે. કારણ કે “ઇન્દ્રિય પ્રત્યક્ષ અને મનઃપ્રત્યક્ષ’” ઇત્યાદિ (નંદી સૂત્રનું) વચન પ્રમાણ રૂપ છે. તથા (આંખ આદિથી) રૂપ વગેરે સાક્ષાત્ દેખાતા હોવાથી આપનું કથન અનુભવથી વિરુદ્ધ છે.
ઉત્તરપક્ષ— અમારું કથન આગમથી વિરુદ્ધ નથી. કારણ કે ત્યાં (નંદી સૂત્રમાં) વ્યવહારથી પ્રત્યક્ષત્વ કહ્યું છે. આ કેવી રીતે જાણી શકાય ? આ આગમથી જ જાણી શકાય છે. કેમકે ત્યાં જ(=નંદી સૂત્રમાં જ) “મતિજ્ઞાનપરોક્ષ અને શ્રુતજ્ઞાનપરોક્ષ’ એમ કહ્યું છે. મતિજ્ઞાન-શ્રુતજ્ઞાન સિવાય ઇન્દ્રિય-મન રૂપ નિમિત્તથી થનારું બીજું કોઇ જ્ઞાન નથી, કે જે ૧. પ્રત્યેકબુદ્ધ વગેરે જીવોને જાતિસ્મરણ જ્ઞાન દ્વારા નિમિત્ત વિના પણ પૂર્વભવ સંબંધી મતિશ્રુતજ્ઞાન થાય છે.
૨. ઇન્દ્રિયપ્રત્યક્ષ અને મનઃપ્રત્યક્ષ એમ બે પ્રકારનું પ્રત્યક્ષ છે.