________________
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
સૂત્ર-૧૧
આના જ ભાવાર્થને તહેવમ્ ઇત્યાદિથી કહે છે- આ પ્રમાણે આઘે પદથી કોનું ગ્રહણ કરવું એ સિદ્ધ થયે છતે સુખેથી કહી શકાય કે આદ્ય એવા મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન એ બંનેય પરોક્ષ પ્રમાણ છે. અવધિ આદિ શેષજ્ઞાનોને છોડીને પરોક્ષ પ્રમાણતાનું વિધાન કરવામાં આવે છે. મતિ-શ્રુત પરોક્ષ કેમ છે ?
આ પ્રમાણે શબ્દાર્થ દ્વારા પરમાર્થથી પરોક્ષત્વનું પ્રતિપાદન કરવા છતાં પરોક્ષત્વને સમ્યગ્ નહિ જાણતો પ્રશ્નકાર શા કારણથી મતિ-શ્રુત પરોક્ષ પ્રમાણ થાય છે એમ પ્રશ્ન કરે છે. ગુરુ પણ પરોક્ષત્વને સ્પષ્ટ કરતા કહે છે- નિમિત્તાપેક્ષત્વાર્ કૃતિ, ઇન્દ્રિય અને મન રૂપ નિમિત્તની અપેક્ષા રાખવાના કારણે મતિ-શ્રુત પરોક્ષ પ્રમાણ છે. ઉક્ત બંને જ્ઞાન પ્રાયઃ ઇન્દ્રિય-મનરૂપ નિમિત્તની અપેક્ષા વગેરે કારણોથી થાય છે.
૧૫૬
આ પ્રમાણે પણ પરમાર્થને નહિ જાણતા અને એથી જ સામાન્યથી નિમિત્તની અપેક્ષા રાખે છે એટલું જ પકડનારા શિષ્યને અવધિ આદિ જ્ઞાનમાં પણ વિશિષ્ટ ક્ષયોપશમ વગેરે નિમિત્તની અપેક્ષા છે જ એવી શંકા ન થાય એ માટે એ શંકાને દૂર કરવા માટે ભાષ્યકાર કહે છે‘અપાયસદ્રવ્યતયા મતિજ્ઞાનમ્' કૃતિ, અપાય એટલે ઇહા પછી થનાર નિશ્ચય. સદ્રવ્ય એટલે શુભ દ્રવ્યો, અર્થાત્ સમ્યક્ત્વ(મોહનીય)ના દલિકો. અપાય અને સદ્રવ્યો તે અપાયસદ્રવ્યો. તેમનો ભાવ એટલે સ્વરૂપથી ચ્યુત=ભ્રષ્ટ ન થવું. અપાયસદ્રવ્યથી, એટલે કે અપાયસદ્રવ્યોના કારણે મતિજ્ઞાન પરોક્ષ છે. અહીં ભાવાર્થ આ છેઅપાય ઇન્દ્રિય-મનથી થાય છે. તેથી અપાયમાં ઇન્દ્રિયો રૂપ નિમિત્તની જરૂર પડતી હોવાથી અપાય પરોક્ષ છે. અહીં તાત્પર્ય એ છે કે ગ્રાહ્ય(=પદાર્થ) અને ગ્રહણ કરનાર(=આત્મા) સિવાય અન્ય નિમિત્તની અપેક્ષા રહે છે. અવધિ આદિ જ્ઞાનમાં ગ્રાહ્ય અને ગ્રહણ કરનાર સિવાય કોઇ નિમિત્તની અપેક્ષા રહેતી નથી. સૂત્રકારનો આ જ અભિપ્રાય છે એમ દૃઢ કરતા ભાષ્યકાર કહે છે- ‘તરિન્દ્રિય' ત્યાદ્રિ, મતિજ્ઞાન ઇન્દ્રિયમન રૂપ નિમિત્તથી થાય છે તેમ હવે પછી કહેશે.