________________
સૂત્ર-૯
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
૧૪૯ ટીકાર્થ– મતિ આદિ બધાય જ્ઞાનો અલગ અલગ જ્ઞાન છે, બધા મળીને એક જ જ્ઞાન નથી.
પ્રશ્ન- તો પછી જ્ઞાનાનિ એમ બહુવચનમાં નિર્દેશ ન કરતાં જ્ઞાન એમ એકવચનમાં નિર્દેશ કેમ કર્યો?
ઉત્તર– બધાય સામાન્યથી એક જાતિવાળા છે એમ જણાવવા માટે એક વચનમાં નિર્દેશ છે. તે આ પ્રમાણે- મતિ આદિ બધાય વિષયને જાણવામાં જ્ઞાનરૂપ છે.
આ પ્રમાણે સૂત્રનો સંક્ષિપ્ત અર્થ છે. વિસ્તારથી અર્થ તો ભાષ્યકાર કહે છે- “મતિજ્ઞાનમ' ઇત્યાદિ,
પાંચ જ્ઞાનો મતિજ્ઞાન– મનન કરવું તે મતિ, અર્થાત્ ઇન્દ્રિય અને મનથી થતો પદાર્થોનો બોધ. જાણવું તે જ્ઞાન. સામાન્યથી વસ્તુના સ્વરૂપનું અવધારણ કરવું તે જ્ઞાન. મતિજ્ઞાન શબ્દમાં જ્ઞાન શબ્દ સામાન્ય વાચક છે, અને મતિ શબ્દ તેનું વિશેષણ છે.
શ્રુતજ્ઞાન– શબ્દના અર્થનો બોધ તે શ્રુત જ્ઞાન શબ્દ વિશેષ્યવાચક છે. શ્રત એવું જે જ્ઞાન તે શ્રુતજ્ઞાન.
અવધિજ્ઞાન– અવધિ શબ્દ મર્યાદાવાચી છે. કઈ મર્યાદા? અરૂપી પદાર્થનો બોધ ન થાય, કિંતુ રૂપી પદાર્થનો બોધ થાય તે મર્યાદા. અવધિજ્ઞાનમાં ઈન્દ્રિયોની અપેક્ષા હોતી નથી, અર્થાત્ સીધું આત્મા દ્વારા જ બોધ થાય છે. હા, આમાં માનસિક વ્યાપાર થાય તેવા સામર્થ્યની અપેક્ષા રહે છે. અવધિવાળું જ્ઞાન તે અવધિજ્ઞાન.
મન:પર્યાયજ્ઞાન- મનના પર્યાયો તે મન:પર્યાયો=જીવાદિ શેય પદાર્થના ચિંતનના પ્રકારો, અર્થાત્ બીજા જીવમાં રહેલા ચિતવાતા મનોદ્રવ્યના પર્યાયો. તેમનો સાક્ષાત્ આત્મા દ્વારા થતો બોધ તે મનઃપર્યાયજ્ઞાન. (અઢીદ્વીપમાં રહેલા સંક્ષિપંચેન્દ્રિય જીવોના મનના વિચારોનો(=પર્યાયોનો) બોધ તે મન:પર્યાયજ્ઞાન.)