________________
૧૪૬
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
સૂત્ર-૮ તેથી(=ઉક્ત કારણથી) ઔપશમિકથી છબસ્થ જીવોનું ભાયિક સમ્યક્ત્વ અસંખ્ય ગુણ છે, અર્થાત્ ઔપથમિકસમ્યકત્વની સંખ્યાને અસંખ્યાતથી ગુણવાથી જેટલી સંખ્યા થાય તેટલા છબસ્થ ક્ષાયિક સમ્યક્ત્વવાળા જીવો છે, અર્થાત્ ઔપથમિકસમ્યક્ત્વથી ક્ષાયિક સમ્યકત્વ વધારે હોય છે. ક્ષાયિકસમ્યક્ત્વથી ક્ષાયોપથમિક અસંખ્યગુણ છે. કારણ કે સર્વ(ચારેય) ગતિઓમાં ક્ષાયોપથમિકસમ્યત્વવાળા જીવો ઘણા હોય છે. ક્ષાયિકની સંખ્યાને અસંખ્યાતથી ગુણવાથી જેટલી સંખ્યા થાય તેટલાં ક્ષાયોપથમિકસમ્યકત્વ હોય છે, અર્થાત્ સાયિકથી લાયોપથમિકસમ્યત્વવાળા જીવો ઘણા હોય છે.
પ્રશ્ન- તો પછી કેવળીના ક્ષાયિકસમ્યક્ત્વની અપેક્ષાએ ક્ષાયિકસમ્યક્ત્વ કેટલું હોય છે?
ઉત્તર– સર્વ કેવળીઓ અનંત હોવાથી કેવળીઓનું ક્ષાયિકસમ્યકત્વ અનંતગુણ જાણવું. આથી ભાષ્યકાર કહે છે- સમ્યગ્દષ્ટિઓ અનંતા છે, અર્થાત્ કેવળીઓ અનંતા છે. એથી કેવળીઓમાં રહેલું ક્ષાયિકસમ્યક્ત્વ પણ અનંત છે.
રૂતિઃ શબ્દ દ્વારની સમાપ્તિને સૂચવનારું છે. પ્રશ્ન- નિર્દેશ આદિ અને સત આદિ દ્વારોથી સમ્યગ્દર્શનનો જ બોધ કરાય છે કે જ્ઞાનાદિનો પણ બોધ કરાય છે?
ઉત્તર– જ્ઞાન આદિનો પણ બોધ નિર્દેશ આદિ દ્વારોથી કરાય છે. એક સમ્યગ્દર્શનમાં યોજના કરી. બીજા તત્ત્વોમાં પણ એ પ્રમાણે યોજના જાણવી એમ ભાષ્યકાર ભલામણ કરે છે- જેવી રીતે સમ્યગ્દર્શનની યોજના કરી તે રીતે જ્ઞાનાદિ સર્વભાવોની પણ નામ-સ્થાપના આદિથી નિક્ષેપ કરીને પ્રમાણ, નય, નિર્દેશ આદિ અને સત આદિથી વિચારીને બોધ કરવો. અહીં સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર એ ત્રણ મોક્ષમાર્ગ છે. એ પ્રસ્તુત વિષય છે. તેમાં સમ્યગ્દર્શન સંબંધી જે વિચારવા જેવું હતું તે કહ્યું. તેને કહેવાથી સમ્યગ્દર્શનનું વર્ણન પૂર્ણ કર્યું. આને ભાષ્યકાર કહે છે- સમ્યગ્દર્શન કહ્યું.