SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ la શ્રી તાધિગમસૂત્ર અધ્યાય-૧ ચશ્મા પહેરાવ્યા. બિલકુલ નિકટમાં લાવીને અક્ષરો વંચાય તેના આધારે પૂજ્યશ્રી તેઓશ્રીના વિનયી શિષ્ય મુ.શ્રી દિવ્યશેખર વિ.ને કહેતા જાય અને ગ્રંથનું કાર્ય આગળ વધતું જાય. આ રીતે દશ અધ્યાયનું કાર્ય પૂર્ણ થતાં ખ્યાલ આવ્યો કે પ્રારંભના પાંચ અધ્યાયના “ભાષ્યનો અનુવાદ તો બાકી રહી ગયો છે. તે પણ આવી આંખે પૂજયશ્રીએ પૂર્ણ કરાવ્યો. સવાર થતાં જ ગુરુ-શિષ્યની જોડી આ કાર્યમાં જોડાઈ જાય એ સુખદ દશ્ય તો જેણે જોયું તે ધન્ય બન્યા ! જૈનશાસનના રાજા જેવું તૃતીયપદ મળ્યું હોવા છતાં પૂજય ઉપાધ્યાયજી મહારાજાની પેલી પંક્તિ 'बाह्यदृष्टि प्रचारेषु मुद्रितेषु महात्मनः, अन्तरेवावभासन्ते स्फुटाः सर्वा સમૃદ્ધયઃ | - જ્ઞાનસાર” - પૂજ્યશ્રીએ સ્વજીવનની પ્રત્યેક ક્ષણોમાં સાર્થક કરી હતી. અથાક પ્રયત્ન પૂર્ણ કરેલા અનુવાદ પછીની જે કાર્ય સિદ્ધિની સુખદ ક્ષણો હતી તેના સાક્ષી જે બન્યા હોય તે કહી શકે કે પૂજ્યશ્રી કેટલા પ્રસન્ન હતા ! સિદ્ધિની અનુભૂતિઓને અક્ષર દેહ આપીને પ્રસ્તાવના રૂપે લખવાનો જ્યારે અવસર આવ્યો તે ક્ષણે હું (મુનિ ધર્મ છે.વિ.) તથા મુ.શ્રી દિવ્ય શે.વિ. સામે બેઠા હતા. પૂજ્યશ્રી જેમ જેમ લખતા જતા હતા તેમ તેમ નેત્રો પણ સજળ બનતા જતા હતા. અત્યંત સંવેદનશીલતાપૂર્વક લખાયેલી પ્રસ્તાવનામાં નાનામાં નાના સાધુએ કે કોઈ શ્રાવકે કંઈક મદદ કરી હોય તો તે બધાને સ્મૃતિપથમાં લીધા હતા. અનુવાદનું કાર્ય પૂજય ગુરુદેવશ્રીએ પૂર્ણ કર્યું તે વખતે એક પુણ્યાત્માને પત્ર દ્વારા જણાવ્યું હતું કે “તત્ત્વાર્થાધિગમ સૂત્રનું અનુવાદનું કાર્ય પૂર્ણ થયું છે. પ્રેસમાં પણ મોકલી આપ્યું છે. છપાવવા વગેરેનું કાર્ય મારા શિષ્યાદિ સંભાળી લેશે. તેથી હવે ઉંમરના કારણે કે શારીરિક અસ્વસ્થતાને કારણે મારી ગેરહાજરી હોય તો પણ પુસ્તક છપાઈ જશે !” જાણે પૂજ્યશ્રીને પોતાના જીવનસમાપ્તિનો સંકેત મળી ગયો હશે !
SR No.022485
Book TitleTattvarthadhigam Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri, Dharmshekharvijay, Divyashekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2014
Total Pages410
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy