________________
સૂત્ર-૭
શ્રી તત્ત્વાથધિગમસૂત્ર અધ્યાય-૧
૧૦૫ સમ્યગ્દર્શન સાદિ કેમ છે તે કહે છે- આદિથી સહિત હોય તે સાદિ. જે કાળે મિથ્યાદર્શનના કર્મદલિકોને વિશુદ્ધ કરીને સમ્યગ્દર્શન રૂપે સ્થાપિત કરે છે(=બનાવે છે, ત્યારે સાદિ છે. જ્યારે અનંતાનુબંધીના ઉદયથી ફરી મિથ્યાદર્શનરૂપે પરિણામને પામશે અથવા તો સમ્યગ્દર્શનના તે કર્મદલિકોનો ક્ષય કરીને કેવળી થશે ત્યારે સાંત છે. જે પર્યવજ્ઞાનથી= અંતથી સહિત હોય તે સમ્યગ્દર્શન સાત જ છે. શ્રેણિક વગેરે જ્યારે દર્શન સપ્તકનો ક્ષય કરીને સમ્યગ્દર્શન પામે છે ત્યારે સમ્યગ્દર્શનની આદિ છે. કેવળજ્ઞાનની પ્રાપ્તિ થતાં અંત થાય છે.
- સાદિ-સાંત સમ્યગ્દર્શનનો કાળ સાદિ-સાંત અને શુદ્ધ કર્મદલિકોની સાથે રહેનારી રુચિરૂપ સમ્યગ્દર્શન કેટલો કાળ હોય એમ જે પૂર્વે (નિર્દેશદ્વારમાં) પ્રશ્ન કર્યો હતો તેને વિચારતા ભાષ્યકાર કહે છે-તનવચેન રૂલ્ય, અહીં અંતર્મુહૂર્ત શબ્દમાં વ્યાકરણના સુ સુપા એ સૂત્રથી સમાસ થયો છે અને અત્યંત સંયોગ હોવાના કારણે કાળવાચી શબ્દને દ્વિતીયા વિભક્તિ થઈ છે.
અહીં ભાવાર્થ આ પ્રમાણે છે- કોઈ જીવ બે ઘડી સુધી સમ્યગ્દર્શનના પરિણામને અનુભવીને ફરી મિથ્યાષ્ટિ થાય, અથવા તેટલા સમય પછી કેવળી બને તો જઘન્યથી અંતર્મુહૂર્ત કાળ થાય.
આ પ્રમાણે જઘન્ય સ્થિતિને કહીને ઉત્કૃષ્ટ સ્થિતિનું નિરૂપણ કરતા ભાષ્યકાર કહે છે-૩ર ફત્યાતિ, ઉત્કૃષ્ટથી સાધિક છાસઠ સાગરોપમ સુધી સમ્યગ્દર્શન રહે. તેની ભાવના આ પ્રમાણે છે- આઠ વર્ષની ઉંમરે સમ્યગ્દર્શન મેળવીને દીક્ષા લેનાર જીવ આઠ વર્ષ ન્યૂન પૂર્વક્રોડ વર્ષ સુધી વિચરીને સમ્યગ્દર્શન સહિત વિજયાદિ ચાર વિમાનોમાંથી કોઈ એક વિમાનમાં ઉત્કૃષ્ટ સ્થિતિમાં ઉત્પન્ન થયો. ત્યાં ઉત્કૃષ્ટ સ્થિતિ ૩૩ સાગરોપમ છે. તેટલી સ્થિતિ પૂર્ણ થતાં અવીને સમ્યગ્દર્શનસહિત મનુષ્યમાં ઉત્પન્ન થયો. ફરી તે જ રીતે સંયમ આચરીને તેટલી સ્થિતિવાળા તે જ વિમાનમાં ગયો. ફરી સ્થિતિ પૂર્ણ થતાં સમ્યગ્દર્શન