________________
૧૦૪ શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
સૂત્ર-૭ છે? જે દૃષ્ટિ શુદ્ધકર્મદલિકથી(=સમ્યક્ત્વમોહનીયથી) કરાયેલી છે અને દર્શનમોહનીયના ક્ષયથી થાય છે તે શુભદષ્ટિ છે. બીજી શુભદષ્ટિ (=દર્શનમોહનીયના ક્ષયથી થયેલી શુભદષ્ટિ) એકછબસ્થ શ્રેણિક વગેરેને હોય, બીજી અપાયનો અને સદ્રવ્યનો ક્ષય થતાં ભવસ્થ કેવલીને હોય, (વિશેષથી ત્રીજી દષ્ટિને પણ જણાવે છે.) ત્રીજી સિદ્ધને હોય. (અપાય એટલે મતિજ્ઞાન. સદ્રવ્ય એટલે દર્શનમોહનીય-સમ્યકત્વમોહનીય).
સાદિ-સાંત શુભદૃષ્ટિ અપાય-સદ્ધવ્યની વિદ્યમાનતામાં રહેલી શ્રેણિક વગેરેની જે દૃષ્ટિ સદ્ધવ્યનો ક્ષય થતાં અપાય સહચારિણી બને છે તે શુભદષ્ટિ સાદિ-સાંત છે. જે કાળે શ્રેણિક વગેરે જીવોએ દર્શનમોહનીય સપ્તકનો ક્ષય કરીને રુચિ પ્રાપ્ત કરી તે શુભદષ્ટિની આદિ છે. પછી જ્યારે કેવળજ્ઞાન ઉત્પન્ન થતાં અપાય=મતિજ્ઞાન દૂર થશે ત્યારે એ શુભદષ્ટિનો અંત આવશે. આને જ ભાષ્યકારે “સાહિઃ સંપર્યવસાના” એ શબ્દોથી કહ્યું છે.
સાદિ-અનંત શુભદૃષ્ટિ સયોગી અને અયોગી એવા બે ભેદવાળા ભવસ્થ કેવળીની અથવા સિદ્ધની જે શુભદષ્ટિ દર્શનમોહનીય સપ્તકના અને અપાયસદ્રવ્યના ક્ષયથી ઉત્પન્ન થઈ છે તે સાદિ-અનંત છે.દર્શનમોહનીયનો ક્ષય કરીને શુભદષ્ટિ પ્રાપ્ત કરી તે શુભદષ્ટિની આદિ છે તથા “આ તત્ત્વ આ પ્રમાણે જ છે” એવી રુચિ હવે ક્યારેય નહિ જાય. (માટે અનંત છે.)
સાદિ-સાંત સમ્યગ્દર્શન આ પ્રમાણે ક્રમશઃ (સાદિ-સાંત અને સાદિ-અનંત એવા ક્રમથી) જે ઉલ્લેખ કર્યો છે તેનું ભાષ્યકાર સ્વયં વ્યાખ્યાન કરે છે. તેમાં સાતિઃ સંપર્યવસાના એમ જે કહ્યું છે તેનું વ્યાખ્યાન આ છે- સમ્યગ્દર્શન સાદિસાંત જ હોય છે. જે અપાય અને સદ્રવ્યની વિદ્યમાનતામાં હોય તે સમ્યગ્દર્શન છે એમ અહીં કહેવાય છે. સદ્રવ્યનો ક્ષય થતાં અપાયની વિદ્યમાનતામાં શ્રેણિકાદિનું સમ્યક્ત્વ પણ સમ્યગ્દર્શન કહેવાય છે. તે