________________
૭૪ શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
સૂત્ર-૬ વિના પોતાનાથી જ આત્માને જે જ્ઞાન થાય તે પ્રત્યક્ષ. અવધિજ્ઞાન આદિ પ્રત્યક્ષ જ્ઞાન છે. શબ્દ અવધિજ્ઞાન આદિમાં અનેક ભેદોના સંગ્રહ માટે છે. પ્રત્યક્ષજ્ઞાન અને પરોક્ષજ્ઞાનને (વિશેષથી) આગળ કહેશે. પ્રશ્ન- પહેલાં પરોક્ષ અને પછી પ્રત્યક્ષજ્ઞાન કહેવામાં કોઈ કારણ છે?
ઉત્તર– જીવોને પહેલાં પરોક્ષજ્ઞાન થાય છે પછી પ્રત્યક્ષજ્ઞાન થાય છે માટે પહેલાં પરોક્ષ અને પછી પ્રત્યક્ષજ્ઞાન કહ્યું છે.
કોઈક આચાર્યો પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન અને આગમ એમ ચાર પ્રકારનું પ્રમાણ માને છે. કારણ કે કેટલાક નૈગમ આદિ નયો ચાર પ્રકારવાળું પ્રમાણ સ્વીકારે છે. આથી જ અનુયોગદ્વાર ગ્રંથમાં ચાર પ્રકારના પ્રમાણનો ઉલ્લેખ કર્યો છે. આ ચાર પ્રકાર જે રીતે છે તે રીતે ભાષ્યકાર જ આગળ (૧-૩૫ સૂત્રમાં) બતાવશે.
આ પ્રમાણે પ્રમાણરૂપ અવયવના વિભાગો કરીને(=બતાવીને) હવે વ્યુત્પત્તિ આદિ દ્વારા નયરૂપ અવયવના વિભાગોને કરતા(=બતાવતા) ભાષ્યકાર કહે છે- નચાશ રૂત્યાતિ, જે પ્રાપ્ત કરે તે નયો, અર્થાત્ અનેક ધર્માત્મક વસ્તુનું “આ નિત્ય જ છે, અથવા આ અનિત્ય જ છે” એમ એક ધર્મથી નિરૂપણ કરે(=એક ધર્મવાળી બતાવે) તે નયો. નૈગમ વગેરે પાંચ નયોને આગળ (અ.૧ સૂ.૩૪માં) કહેશે. આથી જ સર્વનયોનું અવલંબન લેનારું જ્ઞાન અમારે પ્રમાણ છે. આથી જ નયોનું પ્રમાણથી અલગ કથન કર્યું છે. તે આ પ્રમાણે- વસ્તુના સંપૂર્ણ સ્વરૂપનું નિર્ણયાત્મક મતિ આદિ જ્ઞાન પ્રમાણ છે. આથી પ્રમાણ સમ્યજ્ઞાન છે. નયો મિથ્યાજ્ઞાન છે. આથી કહ્યું છે કે “આ પ્રમાણે બધાય નમો મિથ્યાષ્ટિ છે” ઇત્યાદિ. આથી જ પ્રમાણ સન્માનિત હોવાથી સૂત્રમાં પ્રમાણ શબ્દનો પહેલાં ઉલ્લેખ કર્યો છે. આથી સૂત્રમાં પ્રમાણ શબ્દનો પહેલાં ઉલ્લેખ કેમ કર્યો એવા પ્રશ્નને અવકાશ રહેતો નથી.
- નય-નયાભાસ બીજાઓ આ પ્રમાણે કહે છે- પરસ્પરની અપેક્ષા રાખનારા નૈગમ વગેરે નયરૂપે કહેવાય છે નય તરીકે ઓળખાય છે. એ નયો દઢ