________________
૫૧
સૂત્ર-૫
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧ અને વિષ્ણુ એ સ્થાપનાદ્રવ્ય છે. ગુણ-પર્યાયથી રહિત અને બુદ્ધિથી સ્થાપેલા ધર્માસ્તિકાય આદિમાંથી કોઈ એક દ્રવ્યદ્રવ્ય છે.
કેટલાકો કહે છે- દ્રવ્યથી જે ચણુક વગેરે દ્રવ્ય થાય તે દ્રવ્યદ્રવ્ય છે. તે દ્રવ્યદ્રવ્ય પુદ્ગલ દ્રવ્ય જ છે એમ જાણવું. અણુઓ અને સ્કંધોની સંઘાત, ભેદ અને સંઘાતભેદ એ ત્રણ કારણોમાંથી કોઈપણ એક કારણથી ઉત્પત્તિ થાય છે એમ આગળ (અ.૫ સૂ.૨૫-૨૬માં) કહીશું.
ગુણપર્યાયવાળા અને અન્ય અન્ય ધર્મોને સ્વીકારતા હોવાથી પરિણામ લક્ષણવાળા ધર્માસ્તિકાય વગેરે દ્રવ્યો ભાવદ્રવ્ય છે.
દ્રવ્યો પરિણામ લક્ષણવાળા છે એમ આગળ (અ.૫ સૂ.૩૭માં) કહેવાશે.
આગમથી પ્રાભૃતને જાણનાર ગુરુ દ્રવ્યશબ્દનો ભવ્ય એવો અર્થ કહે છે.
દ્રવ્ય શબ્દ ભવ્ય અર્થમાં નિપાત છે. (પાણિની વ્યા.અ.૫ પાદ-૩ સૂ.૧૦૪માં કહ્યું છે) ભવ્ય એટલે પ્રાપ્ય એમ કહે છે. આત્માનપદી ભૂધાતુ ધાતુપાઠમાં “યૂ પ્રાત” એમ પ્રાપ્તિ અર્થમાં કહ્યો છે એ પ્રમાણે જે પ્રાપ્ત કરાય છે અથવા જે પ્રાપ્ત કરે છે તે દ્રવ્યો.
આ પ્રમાણે આદિમાન અને અનાદિમાન એવા જીવથી પ્રારંભી મોક્ષ સુધીના ભાવોના તત્ત્વને જાણવા માટે નિક્ષેપ કરવો જોઇએ. (૧-૫)
टीका- नामस्थापनाद्रव्यभावत इति तृतीयार्थे तसिः, नामादिभिर्जीवादीनां निक्षेपः कार्य इति सूत्रपिण्डार्थः । एनमेव प्रकटयन्नाह भाष्यकारः-'एभि'रित्यादि एभिरिति सूत्रोक्तैः नामादिभिः-नामस्थापनाद्रव्यभावैश्चतुर्भिरिति नामादीनामुपलक्षणव्यवच्छेदार्थं संख्या, इहाधिकारे एभिरेवेत्यर्थः, 'अनुयोगद्वारै'रिति अनुयोगः-सकलगणिपिटकव्याख्या तस्य द्वाराणि-अधिगमोपायास्तैः, किमित्याह-'तेषा'मित्यादि, तेषामित्यनन्तरोक्तसूत्रोक्तानां, तानेव स्पष्टयति-जीवादीनां तत्त्वानामिति,