________________
૪૨ શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
સૂત્ર-૩ પ્રશ્ન- સઘળા જીવોને કર્મસંયોગ અનાદિથી હોવાથી સમ્યગ્દર્શનની પ્રાપ્તિ આ રીતે કાળભેદથી કેમ થાય છે ? કાળભેદ આ પ્રમાણે છેકેટલાકોને સમ્યગ્દર્શનનો લાભ અનાદિથી થયેલો છે. કેટલાકોને આજે(=વર્તમાનકાળમાં) થાય છે. કેટલાકોને અનંતકાળ પછી થશે.
ઉત્તર– સમ્યગ્દર્શનની પ્રાપ્તિ વિશિષ્ટ કાળ-સ્વભાવ-નિયતિ-કર્મપુરુષાર્થ રૂપ સામગ્રીથી થાય છે. તે સામગ્રી દરેક જીવની ભિન્ન-ભિન્ન છે. તેથી જે જીવનો તથાભવ્યત્વ-નિયતિ-કર્મ-કાળ-પુરુષાર્થની અપેક્ષાવાળો વિપાકકાળ(ભવસ્થિતિ પરિપાક) જ્યારે થાય તે જીવને ત્યારે સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થાય. આથી આમાં કોઈ દોષ નથી. કારણ કે જૈનદર્શન સઘળાંય કાર્યો સામગ્રીથી( કારણ સમૂહથી) થાય એમ માને છે. યથાસ્થિત જૈનદર્શનને જાણનારા સિદ્ધસેન દિવાકર આચાર્ય ભગવંતે કહ્યું છે કે- “કાળ, સ્વભાવ, નિયતિ, પૂર્વકર્મ અને પુરુષાર્થ આ બધાય કારણો એકલા (એક એક સ્વતંત્ર) કાર્યના કારણ માનવા એ મિથ્યાત્વ( ખોટું) છે, અને અન્ય કારણોની સાથે સામગ્રી ઘટકના રૂપમાં સહકારી કારણ માનવા એ સમ્યકત્વ(=સાચું) છે.”
પ્રાસંગિક વર્ણન આટલું પૂર્ણ છે. કારણ કે માત્ર સંક્ષેપમાં કહેવા માટે શરૂ કર્યું છે=આ ટીકા શરૂ કરી છે. (૧-૩)
भाष्यावतरणिका- अत्राह- तत्त्वार्थश्रद्धानं सम्यग्दर्शनमित्युक्तम्, तत्र किं तत्त्वमिति । अत्रोच्यते
ભાષ્યાવતરણિતાર્થ– અહીં શિષ્ય કહે છે- તાત્ત્વિક પદાર્થોની શ્રદ્ધા એ સમ્યગ્દર્શન છે એમ કહ્યું. તેમાં તત્ત્વ શું છે? અહીં કહેવાય છે–
टीकावतरणिका- उत्तरसूत्रे सम्बन्धं लगयन्नाह-'अत्राहे'त्यादि, अत्र-सविषये सम्यग्दर्शने व्याख्याते विषयविवेकमजानान आह चोदकः-तत्त्वार्थश्रद्धानं सम्यग्दर्शनमित्युक्तं भवता, तत्र किं तत्त्वमिति, 'तत्रे'त्यनेन तत्त्वार्थश्रद्धानशब्दे यस्तत्त्वशब्दस्तत्र किं तत्त्वं-किं