________________
સૂત્ર-૩ શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
૪૧ નિમિત્ત- ઉપદેશનું નિમિત્ત પ્રતિમા વગેરે છે. પ્રતિમાના દર્શનથી થતો બોધ પણ નિમિત્ત છે. જેમકે ઘી આયુષ્યનું નિમિત્ત હોવાથી “ઘી આયુષ્ય છે એમ કહેવાય છે.
શ્રવણ– શ્રવણ એટલે સાંભળવું. પ્રતિમાદિનું જ શ્રવણ, અર્થાત્ જિનોએ પ્રાપ્ત થયેલા આભૂષણ વગેરેનો ત્યાગ કર્યો હતો એમ સાંભળવાથી થયેલો બોધ. શિક્ષા આપ્તપ્રણીત આગમનો સ્વયં જ અભ્યાસ કરવો. ઉપદેશ– ગુરુના લક્ષણોથી યુક્ત ગુરુની ધર્મદિશના.
આ બધા શબ્દોના અર્થમાં કંઈક ભેદ હોવા છતાં (સામાન્યથી) એક અર્થવાળા છે. આ પ્રમાણે પર્યાયવાચી શબ્દોને કહીને હવે પૂર્વોક્તને એકત્ર કરીને પ્રતિપાદન કરતા ભાષ્યકાર કહે છે- ઉક્ત રીતે પરોપદેશથી, અહીં પરોપરેશ એ પદ વિશિષ્ટ બાહ્ય નિમિત્તનું ઉપલક્ષણ છે. (આથી પરોપક્લેશત્ એ પદનો અર્થ આ પ્રમાણે થાય-) તથાભવ્યત્વાદિ ભાવથી બાહ્યનિમિત્તની પ્રધાનતાથી, બીજા પણ પ્રતિમાદિ બાહ્ય નિમિત્તને આશ્રયીને, અપૂર્વકરણ આદિ ક્રમથી, વૈદ્ય કહેલી (પથ્યપાલન આદિ) ક્રિયા કરવાથી થતી રોગની શાંતિની જેમ, જે તત્ત્વાર્થશ્રદ્ધાન થાય તે અધિગમસમ્યગ્દર્શન છે. પરોપદેશથી જે તત્ત્વાર્થશ્રદ્ધાન થાય તે અધિગમસમ્યગ્દર્શન છે એવું વાક્ય ઉપસંહાર રૂપ છે.
અહીં બીજાની અપેક્ષા નહિ રાખવાના કારણે નિસર્ગસમ્યગ્દર્શન કહેવાય છે. કથંચિત નિસર્ગસમ્યગ્દર્શન હોય તો અધિગમસમ્યગ્દર્શન ઘટી શકે છે. અન્યથા નિસર્ગસમ્યગ્દર્શનનો અભાવ હોવાથી નિસર્ગ સમ્યગ્દર્શન પછી અધિગમસમ્યગ્દર્શનનો ઉલ્લેખ કેવી રીતે કરે ? (અધિગમસમ્યગ્દર્શનની પૂર્વે કથંચિત્ નિસર્ગસમ્યગ્દર્શન છે એમ આ કથનનો તાત્પર્યાર્થ છે.)
૧. નિસર્ગસમ્યગ્દર્શનના કર્મસ્થિતિનો હ્રાસ વગેરે કેટલાક કારણો અધિગમસમ્યગ્દર્શનના પણ
છે માટે અહીં કથંચિત્ નિસર્ગસમ્યગ્દર્શન હોય તો એમ કથંચિત્ શબ્દનો પ્રયોગ કર્યો છે.