SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ હિત-વિરારા આ હરિભદ્રસાર રચિત * ૨૩ : સ્થાનને પ્રાપ્ત થયેલ હોવાથી, ઉત્સર્ગના ફલને આપનારા (જનક-હેતુ) હોવાથી, ઉત્સર્ગવિશેષ કે ઉત્સર્ગનો પ્રકાર જ છે. તથાપિ સૂત્રની અબાધાએ સૂત્રને અબાધિત રાખીને ગુરૂલાધવ (ગુણદોષ)ની આલોચના (પુખ્ત વિચાર, મનનીય મીમાંસા) માં તત્પર, એથી જ અધિક (બહુ) દોષની નિવૃત્તિ (અભાવ-છોડવા) પૂર્વક શુભાનુબંધી (ઉત્તરોત્તર શુભની વૃદ્ધિવાળા) શુભરૂપ, મહાસત્વે (મહાપુરૂષોએ-ઘણા ગીતાર્થોએ) આચરેલ, ચલાવેલ અપવાદ પણ ઉત્સર્ગના ભેદ-પ્રકાર-રૂપાંતર રૂપ જ છે. કારણ કે; તેવા પ્રકારનો અપવાદ ઉત્સર્ગ સ્થાનને પ્રાપ્ત થયેલ હોઈ ઉત્સર્ગના ફલને આપે છે. અપવાદ પણ ક્યા ક્યા કારણે ઉત્સર્ગના પ્રકારરૂપ થતો નથી તે વિગતને દર્શાવે છે. “ન તુ સૂત્રબાવાય” ઈત્યાદિ પદોથી, તથાપિ (૧) સૂત્રને અબાધિત રાખીને એ પહેલું વિશેષણ (૨) ગુણદોષના બરોબર પરામર્શપૂર્વક અધિકદોષની નિવૃત્તિદ્વારા શુભાનુબંધી શુભરૂપ એ બીજું વિશેષણ (૩) મહાસત્વે (મહાગીતાર્થોએ) આચરેલ એ ત્રીજું વિશેષણ છે. આ ત્રણ વિશેષણો ઉત્સર્ગના પ્રકારરૂપ અપવાદનું લક્ષણસ્વરૂપ ભેદ સમજો. તે વિશેષણોની સાર્થકતા બતલાવે છે; (૧) સત્રને બાધા પહોંચાડનાર અપવાદ, ઉત્સર્ગના સ્થાનને પામી શકતો નથી (૨) આ સગુણ છે ? (લાભકારક છે ?) કે નિર્ગુણ છે ? એવી પર્યાલોચના-મીમાંસારૂપ ગુરૂલાધવની ચિંતાથી (પરામર્શ) રહિતહિત, (શુભ-આચાર,) ઉત્તરોત્તર અહિત (અનિષ્ટ) ની વૃદ્ધિ કરનાર હોવાથી અસમંજસ, (અયોગ્યયુક્તિયુક્ત નહિ તે, શિષ્ટજનોને બોલાવવાને પણ અનુચિત) છે. કારણ કે; પરમગુરૂ (તીર્થંકર પરમાત્માની) લઘુતા (અવજ્ઞાઆશાતના) કરનાર સુદ્રસર્વે (ભવાભિનંદી પુરૂષ) આચરેલ છે. ગુણદોષના પરામર્શનો અભાવ હોઈ ૧ થવામાનઃ- ૩ત્રયવિવવ નિનાર પઢિા ઉન્નત નિત્રે ૨ રુ મનુનાવિજ્યા ડાવવી હો તુન્હા / ૧ / ઉન્નતની અપેક્ષા રાખીને નિમ્નની પ્રસિદ્ધિ છે. તેવી જ રીતે નિમ્નની અપેક્ષા રાખીને ઉન્નતની પ્રખ્યાતી, આ જેમ પરસ્પરની અપેક્ષાવાળા તુલ્ય છે તેમ પરસ્પરની અપેક્ષાવાળા ઉત્સર્ગ અને અપવાદ બંને તુલ્ય છે જેમ એક રથના બે ચક્ર. ૧ “ાવરણવિ શાળા' ઈતિ કલ્પનિયુક્તિઃ-ગવરણાગિિત, ર વરું સૂત્રોતનેવીજ્ઞા, વિનું ગાવરણપિ, સંવિનીતારિતપિ બારૈવ, હવા, સૂત્રોપવેશ વ, ગાતીનુર્તિનીતાર્થપગ્નમચંવહાર ત્વા, ફક્ત સૂત્ર વચન જ આજ્ઞા છે એટલું જ નહિ, પરંતુ સંવિગ્ન ગીતાર્થની આચારણા પણ આજ્ઞા જ છે. અર્થાત્ આચારણા પણ સૂત્રોપદેશ જ છે કારણ કે, છેક તીર્થ સુધી વિદ્યમાન રહેનાર જીત નામનો પાંચમો વ્યવહાર છે. ૨ પ્રશ્ન-આગમ કાયમી છતાં આચરિતને (આચાર) પ્રમાણ કરીએ તો આગમની ખુલ્લી રીતે લઘુતા થાય કે નહીં ? સમાધાન-સાંભળો ! સંવિગ્નગીતાર્થો આગમથી નિરપેક્ષને આચરતા નથી. જેના વડે દોષો અટકાવાય, અને પૂર્વના કર્મ ક્ષય થાય, તે તે મોક્ષનો ઉપાય છે. દાખલા તરીકે, શમન (ઔષધ) રોગની અવસ્થામાં અવસ્થા પ્રમાણે જુદા જુદા અપાય છે. આ વિગેરે આગમવચન યાદ કરીને દ્રવ્ય ક્ષેત્રકાલભાવ પુરૂષાદિની યોગ્યતા વિચારીને સંયમાદિગુણની વૃદ્ધિ કરનારૂં જ હોય તે આચરે છે. અને તેને બીજા સંવિગ્નગીતાર્થો પ્રમાણે કરે છે, તે માર્ગ કહેવાય. એ રીતે આગમ અપ્રમાણ થતો નથી. ઉલ્ટી તેની મજબૂત સ્થાપના થાય છે. શ્રી સ્થાનાંગસૂત્રમાં, આગમ, શ્રત, આજ્ઞા, ધારણા અને જીત એ પાંચ પ્રકારના વ્યવહાર બતલાવે છે. હવે જીત અને આચાર એ એકજ વસ્તુ છે. એટલે જીતને પ્રમાણ કરતાં આગમ પ્રમાણ જ થયો કહેવાય. સમજ્યા ને ? ગજરાતી અનુવાદક - , ભદ્રકરસૂરિ મ.સા
SR No.022478
Book TitleLalit Vistara
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri, Vikramsenvijay
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year1995
Total Pages518
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy